તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:શાહપુર બ્રીજ પર ટાયર ફાટતા અકસ્માત બાદ ટ્રકમાં આગ

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શાહપુર બ્રીજ પર સામાન ભરીને જતા ટ્રકમાં અકસ્માત બાદ આગની ઘટના બની હતી. GJ-01-DV-3935  નંબરનો ટ્રક ખોડીયાર કન્ટેનર ડેપોથી સામાન ભરીને હીંમતનગર જતી હતી. ત્યારે શાહપુર પુલ પર આગળનું ટાયર ફાટતા ટ્રક પુલના એંગલ સાથે અથડાઈ હતી. જેને પગલે આગ લાગતા ટ્રકનો આગળનો ભાગ અને ટાયરો સળગી ગયા હતા. ઘટનાને પગલે તાત્કાલિક પહોંચેલા ગાંધીનગર ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો હતો. શનિવારે સવારે સાડા આઠ વાગ્યાના સુમારે બનેલી આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જોકે થોડા સમય માટે રસ્તા પર અફરાતફરી મચી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...