તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગમખ્વાર અકસ્માત:લીહોડા પાસે કાર સળગી જતાં બાયડનું તબીબ દંપતી ભડથું, દહેગામ-બાયડ હાઈવે પર કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો

ગાંધીનગર2 મહિનો પહેલા
 • અકસ્માતની ગણતરીની મિનિટોમાં જ આગની જ્વાળાઓએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું
 • કારમાં બેઠેલા બાયડનાં ડૉક્ટર દંપતીનું કરૂણ મોત
 • અકસ્માતથી ડીઝલ ટેન્ક લિક થતાં આગ લાગી: દરવાજા લોક થતાં દંપતી બહાર ન નીકળી શક્યું
 • પુત્રના ઘરે અમદાવાદ આવેલાં પતિ-પત્ની બાયડ મતદાન કરવા જઈ રહ્યાં હતાં

દહેગામ બાયડ હાઈવે પર લીહોડા ગામ નજીક રવિવારે બપોરે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાયડ તરફ જઇ રહેલી એક ક્રેટા કારને સામેથી આવતી ડમ્પર ટ્રકે ટક્કર મારતા ડિઝલ ટેન્ક ફાટતા કાર સળગી જતા કારમાં મતદાન કરવા જઈ રહેલું બાયડનું દંપતી કારમાં જ ભડથું થઈ ગયુ હતુ. કાર સળગી ગયા બાદ રોડ નજીકની સાઈડમાં ખેતરની કપાસની સૂકી સાંઠીમાં ઘુસી જતા સાંઠી પણ સળગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સ્થાનિકો દ્વારા આગ ઓલવી શકાય તેવી સ્થિતિ પણ ન હતી.આ અંગેની જાણ રખિયાલ પોલીસને થતાં ઘટનાસ્થળે દોડી આવી હતી.

દહેગામ ગાંધીનગર અને અમદાવાદની ફાયરબ્રિગેડને જાણ કરાતાં કલાકો સુધી ફાયરબ્રિગેડની ટીમ પહોંચી નહતી અને જોતજોતામાં કાર અને તેમાં સવાર બાયડના તબીબ દંપતીની કારની આગમાં હોમાઈ ગયા હતા. બનાવની જાણ ચોમેર પ્રસરતા લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.

ટ્રક સાથે ધડાકાભેર અકસ્માત સર્જાતા કારમાં અચાનક આગ લાગી
ટ્રક સાથે ધડાકાભેર અકસ્માત સર્જાતા કારમાં અચાનક આગ લાગી

સળગતી કારને જોઈ વાહનચાલકોના શ્વાસ અધ્ધર
ગાંધીનગરના દહેગામ બાયડ રોડ પર રોયલ સ્કૂલ થી લીહોડા ગામ વચ્ચે આજે બપોરના સમયે આઇવા ટ્રક નંબર અને ક્રેટા કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાર રસ્તા પાસે રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. ધડાકાભેર અકસ્માત સર્જાતા કારમાં અચાનક આગ લાગી ગઈ હતી અને ગણતરીની મિનિટોમાં જ આગની જ્વાળાઓએ રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કારને ભડભડ સળગતી જોતા પસાર થનારા વાહનચાલકોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા.

આઇવા ટ્રક સાથે કાર ધાડાકાભેર અથડાઈ
અકસ્માતની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયરના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. પરંતુ આગની જવાળાઓની તીવ્રતાના કારણે કારમાં બેઠેલ દંપતી મૃત્યું નિપજ્યું હતું. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ દ્વારા માહિતી મળી હતી કે, બાયડ ચોઇલા રોડ ઉપર આવેલા વાત્સલ્ય હોસ્પિટલના ગાયનેક ડોક્ટર મયુરભાઈ શાહ તેમજ તેમના પત્ની ડોક્ટર પ્રેરણા શાહ, રવિવારે તેમના પુત્ર ડો. હીમીલભાઈ શાહના ઘરે ગયા હતા. જ્યાંથી પરત ફરતી વખતે આઇવા ટ્રક સાથે તેમની કારનો અકસ્માત સર્જાયો હતો.

પુત્ર ઘટનાસ્થળે દોડી આવ્યો
દહેગામ-બાયડ રોડ પર કાર સળગીને ભસ્મીભૂત થઈ ગઈ હતી જેની નંબર પ્લેટ મળતા પોલીસે નંબર પ્લેટના આધારે કાર કોની માલિકીની છે તે તપાસ કરતાં આગમાં ભડથું થયેલી કાર બાયડના તબીબ ડો. મયુરભાઈ શાહની હોવાનું જણાતા તેમના સગાઓને જાણ કરી હતી. જેથી તેમના સગા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કાર સળગી ઉઠતા તેમાં અવસાન પામેલા બાયડની વાત્સલ્ય હોસ્પિટલ ગાયનેક તબીબ ડૉ.મયુરભાઈ શાહ તેમજ તેમના પત્ની ડૉ.પ્રેરણાબેન શાહને પુત્ર હિમિલ તેમજ પુત્રી પંક્તિ છે પુત્ર હિમિલ ડોક્ટર છે . જ્યારે પુત્રી પંક્તિ પણ ડોક્ટર હોવાનું જાણવા મળ્યું છે. મૃતક તબીબ દંપતી ગઈકાલે સાંજે અમદાવાદ રહેતા તેમના પુત્રને ત્યાં ગયા હતા અને પરત ફરતા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો