રહિશોને હાલાકી:સે-27માં ગાયત્રી સોસાયટીમાં 1 સપ્તાહથી અંધારપટથી પરેશાની

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાણી જોઇને સ્ટ્રીટ લાઇટોને બંધ રખાતી હોવાની ચર્ચા

છેલ્લા એક સપ્તાહથી અંધારપટની સ્થિતિ સેક્ટર-27ના ગાયત્રી સોસાયટીમાં બની રહી છે. જોકે સ્ટ્રીટ લાઇટો બંધ માત્ર ગાયત્રી સોસાયટીમાં જ બંધ છે. જ્યારે પાસેની જ આનંદનગર સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટો ચાલુ છે. આથી જાણી જોઇને ગાયત્રી સોસાયટીની સ્ટ્રીટ લાઇટોને બંધ રાખવામાં આવી હોય તેવી ચર્ચા સોસાયટીના લોકોમાં જોવા મળી રહી છે.

રાજ્યના પાટનગર ગાંધીનગર મહાનગર પાલિકાને સ્માર્ટ સીટી બનાવવામાં માળખાકિય સુવિધામાં જ એક જ સેક્ટરમાં પાસે પાસે આવેલી બે સોસાયટીના રહિશો માટે વ્હાલા દવલાની નિતી અપનાવવામાં આવી રહી છે. આવી સ્થિતિ વોર્ડ નંબર-3માં આવેલા સેક્ટર-27ની ગાયત્રી સોસાયટીની છેલ્લા એક સપ્તાહથી બની રહી છે. જ્યારે તેની પાસે જ આવેલી આનંદનગર સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટો જ ચાલુ છે. પરંતુ ગાયત્રી સોસાયટીની જ સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા રાજકારણ હોવાની ચર્ચા જોવા મળી રહી છે.

જોકે હાલમાં દિપાવલી અને નૂતનવર્ષના દેવદેવાળી સુધીના તહેવારો હોવાથી ગાયત્રી સોસાયટીના રહિશોના ઘરે રોશની કરવામાં આવી હોવાથી સ્ટ્રીટ લાઇટો બંધ છે તેનો અનુભવ થતો નથી. પરંતુ રાત્રી દરમિયાન સોસાયટીના રહિશોને હાલાકી પડી રહી છે.

જોકે સેક્ટરોમાં ઉભી કરવામાં આવેલી માળખાકિય સુવિધાઓને પૂરી પાડ્યા બાદ તેની યોગ્ય રીતે કાળજી જ લેવામાં આવતી નહી હોવાથી સુવિધાઓ સેક્ટરવાસીઓ માટે દુવિધા રૂપ બની રહે છે. તેમાંય સેક્ટર-27માં પાસે પાસેની બે સોસાયટીમાંથી એકમાં સ્ટ્રીટ લાઇટો બંધ અને બીજામાં ચાલુ હોવાથી સોસાયટીના લોકોમાં ચર્ચાનો મુદ્દો બની રહ્યો છે. સેક્ટર-27ના ગાયત્રી સોસાયટી અને આનંદનગર સોસાયટીમાં કોર્પોરેટરો રહેતા હોવા છતાં આવી સ્થિતિ ઉભી થતાં તંત્રની લાપરવાહી કે આંખ આડા કાન કરવાની નિતી તેવી ચર્ચા સેક્ટરવાસીઓમાં જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...