રોષ:ગાંધીનગરથી જશોદાનગર જતી બસના તળિયા તૂટી જતાં પરેશાની

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિપેરિંગના અભાવે બસોને રૂટ ઉપર મૂકી દેતા રોષ

એસ ટી નિગમ દ્વારા રૂટમાં દોડતી બસોનું મેન્ટેનન્શ યોગ્ય રીતે કરવામાં આવ્યું છે કે નહી તેની તપાસ કર્યા પછી જ રૂટમાં મોકલવાનો આદેશ છે. તેમ છતાં નગરના ડેપોમાંથી ઉપડતી ગાંધીનગરથી જશોદાનગરની બસના તળિયાના પતરા તૂટી ગયા છે.આથી પતરું વાગી જવાનો ડર રહેતો હોવાનો મુસાફરોએ જણાવ્યું છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોને ધ્યાનમાં રાખીને નવી નવી યોજના બનાવવામાં આવે છે. ઉપરાંત લાંબા અને ટુંકા અંતરની બસોમાં મુસાફરી કરતા મુસાફરોને કોઇ જ તકલીફ પડે નહી તેની કાળજી રાખવામાં આવે છે. ઉપરાંત બસોને યોગ્ય રીતે મેન્ટેનન્શ કરવાની પણ તમામ ડેપોના મેનેજરોને સુચના આપવામાં આવી છે. તેમ છતાં તેનું પાલન રાજ્યના પાટનગરના ડેપોમાંથી જ કરવામાં આવતું નથી. આથી દીવા તળે જ અંધારા જેવી સ્થિતિ બની રહી છે. ગાંધીનગર ડેપોથી જશોદાનગર સુધી એસ ટી બસની સુવિધા કરવામાં આવી છે. પરંતુ ગાંધીનગરથી જશોદાનગર જતી બસની ચકાસણી કર્યા વિના જ રૂટ ઉપર મૂકી દેવામાં આવી હોય તેમ બસની અંતરના ભાગે તળિયાનું તૂટેલા પતરા ઉપરથી લાગી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ગાંધીનગરથી જશોદાનગરની બસ રૂટ વિદ્યાર્થીઓની માગણીને પગલે શરૂ કરવામાં આવી હતી. બસના રૂટથી ડેપોને આવક થઇ રહી હોવા છતાં તેને રૂટ ઉપર મુકતા પહેલાં તેની કોઇ જ પ્રકારની ચકાસણી કરવામાં આવતી નથી. બસના તળિયાનું પતરૂ તૂટી જવાથી પતરૂ વાગી જવાનો ડર મુસાફરોને સતાવી રહ્યો છે. બસના મેન્ટેનન્સ માટે એસ ટી નિગમ દ્વારા પુરતા પ્રમાણમાં ગ્રાન્ટ આપવામાં આવે છે. તેમ છતાં ગ્રાન્ટનો ઉપયોગ બસોના મેન્ટેનન્સ માટે થાય છે કે કેમ તેમ બસના તળિયાની સ્થિતિ જોઇને પ્રશ્નો મુસાફરોમાં ઉઠવા પામ્યા છે. આથી તાકિદે આવી બસોને રૂટ ઉપરથી પરત લઇને યોગ્ય મેન્ટેનન્સ કરીને રૂટ ઉપર મુકવાની મુસાફરોમાં માંગણી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...