તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિનનેશનની ટ્રાયલ રન:કોરોનાની વેક્સિનનેશનની કામગીરીમાં ત્રુટી શોધવા આજે 9 સ્થળોએ ટ્રાયલ રન યોજાશે

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વેક્સિન લેનારની કેરથી લઇ અન્ય સ્થળે વેક્સિન કેટલા સમયમાં જશે સહિતનું તારણ નિકળશે

કોરોનાની વેક્સિનેશનની કામગીરીમાં ઉભી થનાર ત્રુટીઓને દુર કરવા માટે મનપા અને ગ્રામ્ય વિસ્તારના અલગ 9 સ્થળોએ ટ્રાયલ રન યોજાશે. જેમાં વેક્સિન લેનારની કેરથી લઇને વેક્સિનને એક સ્થળેથી બીજા સ્થળે લઇ જતી વખેત કોલ્ડ ચેઇન કેવી રીતે જળવાય સહિતની કામગીરી કરવામાં આવશે. જેમાં દરેક જગ્યાએથી 25-25 વ્યક્તિઓ સહિત કુલ 200 વ્યક્તિઓ વેક્સિન લેવા આવશે તેવું આયોજન કરાયું છે.

ગાંધીનગર જિલ્લામાં તારીખ 29મી, મંગળવારના રોજ યોજાનાર ટ્રાયલ રનને લઇને આરોગ્ય તંત્ર દ્વારા સોમવારે કાર્યવાહી કરી હતી. તેમાં સૌ પ્રથમ વેક્સિન લેનાર વ્યક્તિને મેસેજ કરીને જાણ કરવામાં આવશે. જ્યારે વેક્સિન લેવા આવે ત્યારે વ્યક્તિને વેઇટીંગ રૂમમાં રાખીને તેના આઇકાર્ડમાં ચુંટણીકાર્ડ, આધારકાર્ડ સહિતની ચકાસણી કરીને ખરાઇ કરાશે. પ્રથમ રૂમમાં વ્યક્તિના આરોગ્યની ચકાસણી કરીને કોઇ બિમારી છે કેટલા સમયથી સહિતની માહિતી લીધા બાદ વેક્સિન માટે બીજા રૂમમાં લઇ જવામાં આવશે. જ્યાં વેક્સિન લેનાર વ્યક્તિનું કેન્દ્ર સરકારના સોફ્ટવેરમાં રજિસ્ટ્રેશન કરાશે. તેની પાસે કયું ઓળખકાર્ડ રજુ કર્યું, કઇ કઇ બિમારીઓ અને કેટલા સમયથી છે કઇ કઇ દવા ચાલે છે, વેક્સિન લેનારનું નામ, સરનામું, ઉંમર સહિતની એન્ટ્રી કર્યા બાદ વેક્સિન આપવામાં આવશે.

વેક્સિન આપ્યા બાદ ઓબ્જર્વેશન રૂમમાં લઇ જવામાં આવશે. જ્યાં 30 મિનિટ સુધી બેસાડીને કોઇ રિએક્શન આવે છે કે નહી તેની તપાસ કરાશે. જો રિએક્શન આવે તો કેવા પ્રકારનું રિએક્શન, શરીરના કયા ભાગમાં તેની અસર છે. રિએક્શનથી શું શું થાય છે સહિતની મેડિકલ તપાસ કર્યા બાદ તેની સારવાર માટે કઇ દવા આપી તે અપાશે.

દવા આપ્યા બાદ જો રિએક્શનની વધારે અસર હોય તો એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલમાં રિફર કરવા સહિતની કામગીરી કરાશે. વેક્સિનેશન રૂમથી અન્ય સ્થળે લઇ જતી વખતે કોલ્ડ ચેઇન કેવી રીતે જાળવવી, કેટલા તાપમાનમાં વેક્સિન રાખવી,વગેરેની તકેદારી રાખીને તેની એન્ટ્રી કરવામાં આવશે.

જિલ્લાના આ સ્થળે ટ્રાયલ રન યોજાશે
જિલ્લાના મનપા વિસ્તારમાં ગાંધીનગર મેડિકલ કોલેજ, સેક્ટર-2 અર્બન હેલ્થ સેન્ટર, સેક્ટર-24ની શાળા, ઇન્દ્રોડાની સ્કુલ અને હાઇટેક હોસ્પિટલ ખાતે યોજાશે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં અડાલજ સામુહિક આરોગ્ય કેન્દ્ર, સુઘડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તારાપુર પેટા આરોગ્ય કેન્દ્ર અને હાઇટેક હોસ્પિટલ ખાતે યોજવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો