કાર્યવાહી:રેપ વિથ મર્ડર કેસની ટ્રાયલ શરૂ, 15 પંચની જુબાની લેવાઈ

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શનિવારે 19થી 29 સુધીના સાક્ષીને બોલાવી કોર્ટમા કેસ આગળ ચલાવાશે

કલોલ તાલુકાના ખાત્રજ સહિતના વિસ્તારમા 3 બાળકી ઉપર બળાત્કાર કરાયો હતો. જેમા એકને મારી નાખ્યા બાદ બળાત્કાર કર્યો હતો. આ કેસને ગુરૂવારથી સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચલાવવાઈ રહ્યો છે. ત્યારે પહેલા દિવસે 18 પંચને બોલાવ્યા હતા, જેમા 3 પંચને પરત મોકલ્યા હતા. આ કેસને એક પખવાડિયામાં સુનાવણી પૂર્ણ કરી ચૂકાદો આપવામા આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

ખાત્રજ પંથકમા 3 બાળકીને શિકાર બનાવી બળાત્કાર કરાયો હતો. દિવાળી અને બેસતા વર્ષના દિવસે જ વાંસજડાના આરોપી દ્વારા કુકર્મ કરાયુ હતુ. જેને લઇને સમગ્ર જિલ્લામા હાહાકાર મચી ગયો હતો. આરોપીને ઝડપી સજા કરાય તેવુ લોકો ઇચ્છી રહ્યા હતા. પોલીસે 8 દિવસમા કેસની ચાર્જશીટ તૈયાર કરી નાખી હતી. હવે ગુરૂવારથી જજ સોલંકીની કોર્ટમા કેસની ટ્રાયલ શરૂ કરાઈ હતી.

સવારે કોર્ટ શરૂ થવાના સમયથી જ કોર્ટમાં વકીલ, પોલીસ અધિકારીઓ અને તમામ પંચો હાજર થઇ ગયા હતા. પહેલા દિવસે કોર્ટ દ્વારા 1થી 18 પંચોને બોલાવાયા હતા. જેમા 3 પંચોને ડ્રોપ કરાયા હતા. તે ઉપરાંત પહેલા દિવસે 9 પંચનામા ઉપર કામગીરી કરવામા આવી હતી. આજે શુક્રવારે રજા હોવાથી શનિવારે 19થી 29 સુધીના સાહેદોને બોલાવાશે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ સુનિલ પંડ્યા હાજર રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...