તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:કોલવડા આયુર્વેદિક કોલેજમાં IPD તેમજ OPDની સારવાર શરૂ કરાઈ

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ દરરોજ 400થી વધુ આવતી OPD હાલ 100થી શરૂ
  • હોસ્પિટલમાં બનાવાયેલું કોવિડ કેર સેન્ટર27 મેએ બંધ કરી દેવાયું

કોરોનાની મહામારીને કારણે કોવિડ કેર સેન્ટર શરૂ કરાયા બાદ હવે કોલવડા આર્યુવેદિક કોલેજમાં આઇપીડી અને ઓપીડીની કામગીરી શરૂ કરાઈ છે. જોકે સામાન્ય દિવસોમાં 400થી વધુ દરરોજની ઓપીડીની સામે હાલમાં 100 ઓપીડીથી કામગીરી શરૂ કરાઇ છે.

કોરોનાના દર્દીઓને ઓક્સિજન મળી રહે તે માટે ગત 7 એપ્રિલે કોલવડાની સરકારી આર્યુવેદિક હોસ્પિટલ ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું હતું. જોકે કોરોનાના વધતા કેસથી ઓક્સિજન સહિતની તંગી ઊભી થતા કોલવડા સરકારી આર્યુવેદિક હોસ્પિટલ ખાતે હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરવાનું મશીન ફીટ કરાયું હતું.

કોરોનાના કેસ ઘટી જતા કોલવડાની આર્યુવેદિક હોસ્પિટલમાં ઉભા કરાયેલા કોવિડ કેર સેન્ટરને ગત 27 મેના રોજ બંધ કર્યું છે. કોલવડાની સરકારી આર્યુવેદિક હોસ્પિટલના ડો.રાકેશ ભટ્ટે જણાવ્યું કે કોવિડ કેર સેન્ટર બંધ કરી દેતા તેમાં આઇપીડી અને ઓપીડીની સારવાર શરૂ કરાઈ છે. સામાન્ય દિવસોમાં આર્યુવેદિક હોસ્પિટલમાં દરરોજની 400થી વધુ દર્દીઓની ઓપીડી ચાલતી હતી.

અન્ય સમાચારો પણ છે...