આદેશ:ટ્રાન્સપોર્ટેશન સુવિધાની મંજુરીની કામગીરી 10 જૂન સુધી, રાજ્ય દ્વારા વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટેશન સેવા શરૂ

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટેશન સેવા શરૂ કરી છે. આથી નવા શૈક્ષણિક સત્રમાંથી કેટલા વિદ્યાર્થીઓ ટ્રાન્સપોર્ટેશન યોજનાનો લાભ લેવા માંગે છે તે અંગેની વાલીઓ પાસેથી સમંતિ લઇને મંજુરી લેવાની કામગીરી આગામી તારીખ 10મી, જૂન સુધીમાં પૂર્ણ કરવાનો આદેશ કર્યો છે.

રાજ્ય સરકાર દ્વારા આરટીઇ મુજબ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે ખાનગી શાળાઓ જેવી સુવિધાએ ઉભી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે લોઅર (ધોરણ-1થી 5) પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જો એક કિમીથી વધુ અને અપર (ધોરણ-6થી 8)ના વિદ્યાર્થીઓ ત્રણ કિમીના અંતરથી શાળામાં આવતા હોય તેવા વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશન સેવાનો લાભ આપવામાં આવે છે.

જ્યારે માધ્યમિક ધોરણ-9 અને 10ના વિદ્યાર્થીઓ જેઓ પાંચ કિમી દુરથી શાળામાં આવતા હોય તેવા વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનનો લાભ આપવામાં આવે છે. નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસથી વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનનો લાભ મળે તે માટે રાજ્યના શિક્ષણ વિભાગે કવાયત હાથ ધરી છે. જેના માટે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ ટ્રાન્સપોર્ટેશનનો લાભ લેવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓના વાલીઓનું સમંતિપત્રક લેવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...