તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન અનલૉક:રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતા ITIમાં ટ્રેનિંગ ક્લાસિસ ફરી શરુ થશે, મોનિટરિંગ માટે નોડલ ઓફિસર નિમાશે

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • NCVT/GCVT ટ્રેનર્સ માટે 1 અને 2 વર્ષના કોર્સીસ માટે ITIs પ્રેક્ટિકલ ટ્રેનિંગ્સ અને એન્જિનિયરિંગ ડ્રોઈંગ ક્લાસીસ શરુ થશે
 • ટ્રેનિંગ ક્લાસિસ શિફ્ટ પ્રમાણે અથવા તો ઓલ્ટરનેટ દિવસે એટલે કે 3 દિવસ અથવા એક દિવસમાં ચાર કલાક એ રીતે લેવામાં આવશે

વર્ષ 2020ના માર્ચ મહિનાથી રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણની અસર થવા માંડી હતી. આજે 11 મહિના બાદ રાજ્યમાં કોરોનાની અસર ઓસરવા માંડી છે. ત્યારે રાજ્યમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓને અનલૉક કરવામાં આવી છે. રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા પણ હવે ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ્સને ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 12મી જાન્યુઆરી 2021ના રોજથી આ સંસ્થામાં ટ્રેનિંગ ક્લાસીસ શરૂ કરી દેવામાં આવ્યાં હતાં. રાજ્ય સરકારે NCVT/GCVT 1 અને 2 વર્ષના કોર્સિસ માટેનાં ટ્રેનિંગ ક્લાસીસ પણ શરુ કરવાની જાહેરાત કરી છે.

રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા 8મી ફેબ્રુઆરીએ ઠરાવ જારી કરવામાં આવ્યો છે
રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા 8મી ફેબ્રુઆરીએ ઠરાવ જારી કરવામાં આવ્યો છે

ITIs પ્રેક્ટિકલ ટ્રેનિંગ્સ અને એન્જિનિયરિંગ ડ્રોઈંગ ક્લાસીસ શરુ થશે
સ્કિલ ડેવલપમેન્ટ અને એન્ટરપ્રેન્યોરશિપ મંત્રાલય દ્વારા ITIsને ફરીથી શરુ કરવા માટે જાહેર કરવામા આવેલી એડવાઈઝરીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા પણ આ નિર્ણય લેવાયો છે. રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા 8મી ફેબ્રુઆરીએ ઠરાવ જારી કરવામાં આવ્યો છે. આ ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે NCVT/GCVT ટ્રેનર્સ માટે 1 અને 2 વર્ષના કોર્સીસ માટે ITIs પ્રેક્ટિકલ ટ્રેનિંગ્સ અને એન્જિનિયરિંગ ડ્રોઈંગ ક્લાસીસ શરુ થશે.
નિયમો પાળવા માટે ITIs તેમના બેચ ટાઈમિંગ્સ નક્કી કરશે
શ્રમ અને રોજગાર વિભાગના એડિશ્નલ ચીફ સેક્રેટરી વિપુલ મિત્રાએ જણાવ્યું હતું કે, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અને વર્ગોની ક્ષમતા તેમજ ફિઝિકલ સ્પેસના અવરોધોને ધ્યાનમાં રાખીને ITIs તેમના બેચ ટાઈમિંગ્સ નક્કી કરશે. રાજ્ય સરકાર, ગૃહ મંત્રાલય તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટેની સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે.
નોડલ ઓફિસરની નિમણૂંક કરવામાં આવશે
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામા આવેલી કોવિડ ગાઈડલાઈન્સનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે અને તેનું મોનિટરિંગ કરવા માટે દરેક આઈટીઆઈએ નોડલ ઓફિસરની નિમણૂંક કરવામાં આવશે. સરકારના ઠરાવમાં કહેવા પ્રમાણે આ ટ્રેનિંગ ક્લાસિસ શિફ્ટ પ્રમાણે અથવા તો ઓલ્ટરનેટ દિવસે એટલે કે 3 દિવસ અથવા એક દિવસમાં ચાર કલાક એ રીતે લેવામાં આવશે. તેનો નિર્ણય પ્રવર્તમાન સુવિધાઓના આધારે ITIs દ્વારા લેવામાં આવશે. ITIsમાં પ્રવેશતાં પહેલાં સ્ક્રિનિંગ અને સેનિટાઈઝેશન ફરજિયાત રહેશે. ટોળામાં ભેગા થવાની પરવાનગી આપવામાં આવી નથી. તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ સુનિશ્ચિત કરવા માટે ITIsના ગ્રાઉન્ડમાંથી બેન્ચિસ હટાવી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો