અકસ્માત:અડાલજ બ્રિજ પરથી ટ્રેલર ખાબકતાં કારનો કચ્ચરઘાણ: ચાલકનો બચાવ

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉવારસદ પાસે આવેલા ઓવરબ્રિજ ઉપર વહેલી પરોઢિયે ટ્રેલર નીચે પટકાતા બોલેરો સાથે અકસ્માત થયો હતો - Divya Bhaskar
ઉવારસદ પાસે આવેલા ઓવરબ્રિજ ઉપર વહેલી પરોઢિયે ટ્રેલર નીચે પટકાતા બોલેરો સાથે અકસ્માત થયો હતો
  • વહેલી પરોઢે અકસ્માતની જાણ ફાયર બ્રિગેડને કરાતાં ચાલકને બચાવી લેવાયો

અડાલજમા શનિવારે વહેલી પરોઢીયે અજીબો ગરીબ અકસ્માત થયો હતો. એક ટ્રક ચાલકે કંટ્રોલ ગુમાવતા ટ્રક બ્રિજ ઉપરથી નીચે પટકાયો હતો. તે સમયે સર્વિસ રોડ ઉપરથી પસાર થઇ રહેલી બોલેરો ઉપર ટ્રક પડતા તેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.જોકે, બનાવમા કોઇ જાનહાનિ સામે આવી ન હતી. ટ્રક ચાલક અકસ્માતમાં ફસાઇ જતા ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢી બચાવ્યો હતો. શનિવારે વહેલી સવારે 4 વાગ્યાના અરસામા ટ્રેલરનો ચાલક સુરેશગીરી રાજસ્થાનથી મોરબી જવા નિકળ્યો હતો. તે સમય દરમિયાન ટ્રેલર ઉવારસદ પાસે આવેલા બ્રિજ ઉપર પહોંચતા ચાલકે ટ્રેલર પરથી કંટ્રોલ ગુમાવી દીધો હતો.

પરિણામે ટ્રેલર એકાએક બ્રિજ ઉપર બનાવેલી દિવાલ તોડીને નીચે પટકાયુ હતુ. ટ્રેલર અડધુ ઉપર અને અડધુ નીચે લટકેલી હાલતમા જોવા મળ્યુ હતુ.જ્યારે અકસ્માતને લઇને તેનો ચાલક ટ્રેલરની કેબિનમાં જ ફસાઇ ગયો હતો. બીજી તરફ ટ્રેલર ઉપરથી નીચે પડતા સાઇડમાં સર્વિસ રોડ ઉપરથી પસારથતી બોલેરો ઉપર પડ્યુ હતુ. જેને લઇને તેનો આગળના ભાગનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. અકસ્માતની જાણ ફાયર બ્રિગેડને કરવામા આવતા ગાંધીનગર ફાયરની ટીમ દોડી ગઇ હતી અને કલાકોની મહેનત બાદ ટ્રેલકના ચાલકને કેબિનમાંથી હેમખેમ બહાર કાઢ્યા બાદ તેને હોસ્પિટલ ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...