તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:સે-21 શાકમાર્કેટમાં ઉભરાતી ગટરોથી વેપારીઓ ત્રાહિમામ્

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નગરના હાર્દસમા સેક્ટર-21 શાકમાર્કેટમાં ઉભરાતી ગટર અને બંધ શૌચાલયથી વેપારીઓ ત્રાહિમામ, નાના-મોટા વેપારીઓ અને દુકાનો સહિત અંદાજે 400 વેપારીઓ છે. - Divya Bhaskar
નગરના હાર્દસમા સેક્ટર-21 શાકમાર્કેટમાં ઉભરાતી ગટર અને બંધ શૌચાલયથી વેપારીઓ ત્રાહિમામ, નાના-મોટા વેપારીઓ અને દુકાનો સહિત અંદાજે 400 વેપારીઓ છે.
  • ગટરની સફાઇ ન કરાતાં માર્કેટમાં પાણીનાં ખાબોચિયાં ભરાઈ ગયાં દુર્ગંધથી વેપારીઓ તેમજ ગ્રાહકોની હાલત કફોડી બની
  • શાકમાર્કેટનું શૌચાલય 4 માસથી બંધ રહેતાં હાલાકી

નગરના હાર્દસમા સેક્ટર-21 શાકમાર્કેટમાં છેલ્લા એકાદ મહિનાથી ગટર ઉભરાતા પાણીના તળાવો રચાયા છે. ઉપરાંત છેલ્લા ચારેક માસથી માર્કેટનું શૌચાલય બંધ કરી દેતા વેપારીઓ, ગ્રાહકો સહિતને હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્વચ્છતા અભિયાનને કેન્દ્ર સરકાર દ્વારા મહત્વ આપવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે ઘરે શૌચાલયની મુહિમ કેન્દ્ર સરકારે ઉપાડી છે. સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત પણ સ્વચ્છતાને વધારે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.

તેમ છતાં રાજ્યના પાટનગર ગાંધીનગરના હાર્દસમાન સેક્ટર-21 શાકમાર્કેટમાં નાના મોટા વેપારીઓ અને દુકાનો સહિત અંદાજે 400 જેટલા વેપારીઓ છે. ઉપરાંત લોકોની સતત અવર જવરને લીધે વેપારીઓની સુગવડતા ખાતર માર્કેટની અંદર શૌચાલય બનાવવામાં આવ્યું છે. શૌચાલય બનાવ્યા બાદ તેની યોગ્ય કાળજી છેલ્લા ચારેક મહિના પહેલાં રાખવામાં આવતી હતી. શૌચાલયની નિયમિત સાફ સફાઇ કરવામાં આવતું હતું. પરંતુ ચાર મહિનાથી શૌચાલયને ગ્રહણ લાગ્યું હોય તેમ બંધ કરી દેવામાં આવ્યું છે.

આથી સ્માર્ટ સીટી ગાંધીનગરના શાકમાર્કેટના વેપારીઓ તેમજ ખરીદી માટે ગ્રાહકોને હાલાકી વેઠવાની ફરજ પડી છે. શૌચાલયને સાફ કરીને ચાલુ કરવા અનેક વખત વેપારીઓએ રજુઆત કરી છે. તેમ છતાં મનપા દ્વારા ખો આપવામાં આવતી હોવાનું વેપારીઓએ જણાવ્યું છે. શાકભાજીના વેપારીઓ હોવાથી પાણી સતત ઢોળાતું હોય છે. આથી શાકમાર્કેટમાં ગટરની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ ગટરની સફાઇ કરવામાં નહી આવતા ગટરના પાણીના તળાવો માર્કેટની અંદર રચાયા છે.

ઉપરાંત ગટરનું પાણી હોવાથી દુર્ગંધથી વેપારીઓ તેમજ ખરીદી માટે આવતા ગ્રાહકોની હાલત કફોડી બની રહી છે. તેમ છતાં વેપારીઓ અને ગ્રાહકોને હાલાકીને દુર કરવામાં મનપા કે રાજકીય પક્ષોને કોઇ જ રસ નથી તેમ લાગી રહ્યું છે. જ્યારે મનપાની ચુંટણી આવશે ત્યારે રાજકીય પક્ષોના ઉમેદવારો મતની ભીખ માંગવા વેપારીઓ પાસે આવશે તેમ વેપારીઓએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...