તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:પેથાપુરની 5 સોસાયટીઓમાં 6 માસથી પાણીના કકળાટથી રહિશો ત્રાહિમામ્

ગાંધીનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આમજનતાના વિરોધની મનપાની ચૂંટણીમાં પણ અસર પડે તેવી શક્યતા
 • પૂરતા ફોર્સથી પાણી આપવા સ્થાનિક રહિશોએ કચેરીમાં રજૂઆતો કરવા છતાં પરિસ્થિતિ યથાવત્
 • ગાંધીનગર મનપામાં સમાવાયેલા ગામના લોકોને જ અન્યાય થતો હોવાની ફરિયાદો

પેથાપુરમાં બળિયાદેવ વિસ્તારમાં છેલ્લા છ માસથી પાણી ફોર્સથી નહી આવતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાણીની સમસ્યાનો તાકિદે ઉકેલ લાવવા સ્થાનિકો દ્વારા અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર રહેતા લોકોમાં ઉઠેલો રોષ ચૂંટણીમાં પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે.ત્યારે આ મામલે જવાબદાર તંત્ર દ્વારા તાકીદે પગલાં લેવામા આવે તેવી આ ગામના અનેક રહીશોની ઉગ્ર રજૂઆત છે.

રાજ્યમાં પાણીની સમસ્યા નાથવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ બનાવી છે. પરંતુ સમગ્ર રાજ્યનો વહિવટ જ્યાંથી થાય છે તેવા ગાંધીનગર મહાનગર પાલિકામાં સમાવેશ પેથાપુરમાં છેલ્લા છ માસથી પુરતા ફોર્સથી પાણી નહી આવતા સ્થાનિકોમાં રોષ ઉઠવા પામ્યો છે. પેથાપુરના બળિયાદેવ મંદિરની આસપાસના વિસ્તારમાં છેલ્લા છ માસથી પાણી પુરતા ફોર્સથી આવતું નથી. આથી સ્થાનિકો દ્વારા પાણીની સમસ્યા ઉકેલવા લેખિત તેમજ મૌખિક રજૂઆત પેથાપુર નગરપાલિકામાં કરવામાં આવી હતી. ત્યારે બળિયાદેવ વિસ્તારની આસપાસ વસ્તી વધી જતા પાણીની સમસ્યા થાય છે. આથી નવી પાઇપલાઇન નાંખવાનું પેથાપુર નગરપાલિકાએ જણાવ્યું હતું. ત્યારબાદ પેથાપુર નગરપાલિકાનો ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવેશ થતા આ વિસ્તારના લોકોનો પાણીનો પ્રશ્ન હલ થયો નથી.

બળિયાદેવ મંદિરની આસપાસના વિસ્તારમાં નાગરાજ સોસાયટી, શ્રીનાથ સોસાયટી, રાજશ્રીનગર તેમજ આસપાસની સોસાયટીઓમાં અંદાજે પાંચેક હજાર લોકો રહે છે. આ વિસ્તારમાં પાણી ફોર્સથી આપવાની માંગણી ગાંધીનગર મહાનગર પાલિકામાં કરી હતી. જેને ત્રણ માસ જેટલો સમય થવા છતાં હજુ સુધી આ વિસ્તારમાં પુરતા ફોર્સથી પાણી આપવામાં આવતું નથી તેવો આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ પેથાપુરમાં પાણીની પોકાર ઉઠતા આગામી સમયમાં પરિસ્થિત કફોડી બની રહેશે. પાણીની સમસ્યાનો ઉકેલ નહી આવે તો તેની અસર મનપાની ચુંટણીમાં જોવા મળે તેવી શક્યતા રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો