તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ગાંધીનગરના ધણપ પાટીયા પાસે કારની ટક્કરથી બાઈક સવાર બે યુવાનોના કરૂણ મોત

ગાંધીનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચિંલોંડા પોલીસ કાર ચાલકને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા
 • એક યુવાનનું ઘટનાસ્થળે, જ્યારે બીજા યુવાનનું સારવાર દરમિયાન મોત

ગાંધીનગરના ધણપ પાટીયા પાસે બાઇક અને એસેન્ટ કાર વચ્ચે થયેલા અકસ્માતમાં એક યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે ત્યારે બાઇક સવાર અન્ય એક યુવાનનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે ચિલોડા પોલીસ ગુનો નદી ડ્રાઇવરની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

ગાંધીનગરના, ગીયોડ ગામે રહેતો રાહુલ વિજયભાઈ દંતાણી તેમજ ધવલ જયંતિભાઈ દંતાણી (રહે હાલીસા) આજે બપોરે ગાંધીનગર કોલેજ પૂરી કરીને (બાઈક નંબર Gj18 BK 5232) ઉપર ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે મોટા ચિલોડાથી પ્રાંતિજ તરફ જતી એસેન્ટ ગાડી (નંબર MH 02 AQ 9223)ના ચાલકે પોતાની કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ધણપ પાટિયા પાસે બાઇકને ધડાકાભેર ટક્કર મારી હતી.

એસેન્ટ કારની ટક્કર વાગતા રાહુલ અને ધવલ ઉછળીને રોડ પર પટકાયા હતા અકસ્માતમાં રાહુલ દંતાણીને શરીરને તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ધવલ દંતાણીને ગંભીર હાલતમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સિવિલમાં ફરજ પરના તબીબોએ ગંભીર રીતે ઘવાયેલા ધવલની સારવાર શરૂ કરી હતી, પરંતુ ધવલને પણ માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હોય તેનું પણ સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ અંગે ચિલોડા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર હુદરે જણાવ્યું હતું કે, આજે બપોરે 18 વર્ષીય બંને યુવાનો ગાંધીનગર કોલેજ પૂરી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે કારની ટક્કરથી બંને યુવાનો બાઈક પરથી ઉછળીને જમીન પર પટકાયા હતા. શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં બન્ને આશાસ્પદ યુવાનોના કરુણ મોત નિપજ્યા હતાં. મરનાર રાહુલ દંતાણીના પરિવારમાં માતા-પિતા તેમજ બે ભાઈઓ છે, જેમાં તે સૌથી મોટો હતો. જ્યારે ધવલ બે બહેનો વચ્ચે એકમાત્ર ભાઈ હતો. બંનેના પરિવારજનો ખેતીકામ કરીને ગુજરાન ચલાવે છે. મૃત રાહુલ દંતાણીના કાકા વિજયભાઈ દંતાણીની ફરિયાદના આધારે એસેન્ટ કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કારના ડ્રાઈવરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો