તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્વનિ પ્રદૂષણ:ગાંધીનગરમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બુલેટ રાજાઓ ઉપર ટ્રાફિક પોલીસની સ્ટ્રાઇક, 15 બુલેટ જપ્ત

ગાંધીનગર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર પોલીસે મોડી ફાઈડ કરેલા 20 બુલેટને ડિટેઇન કરી નાખ્યા - Divya Bhaskar
ગાંધીનગર પોલીસે મોડી ફાઈડ કરેલા 20 બુલેટને ડિટેઇન કરી નાખ્યા
 • ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બુલેટ બાઇકોને ડિટેઈન કરી સાયલેન્સર કાઢી લેવાની રજૂઆત કરવામાં આવી
 • આવા નબીરાઓ સામે ગાંધીનગર ટ્રાફિક પોલીસ દ્વારા સ્ટ્રાઇકની શરૂઆત કરવામાં આવી
 • મોડી ફાઈડ કરેલા 15 બુલેટ તેમજ 5 બાઇકને ડિટેઈન કરવામાં આવ્યા
 • 38 વાહન ચાલકોને 1 હજાર રૂપિયાનો દંડ ફટકારાયો

બુલેટને મોડીફાઈડ કરી અને તેનાં સાયલેન્સરને પણ મોડી ફાઈડ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બુલેટ રાજાઓની શાન ઠેકાણે લાવવા માટે ગાંધીનગર શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સ્ટ્રાઇક શરૂ કરી વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેનાં પગલે અત્યાર સુધીમાં મોડીફાઈડ કરેલા 15 બુલેટ અને 5 બાઇકને ડિટેઈન કરવામાં આવ્યા છે. જયારે 38 વાહનચાલકોને ધ્વનિ પ્રદુષણ સહિત અન્ય નિયમોના ભંગ બદલ 1000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બુલેટ ડિટેઈન
બુલેટનું ઓરિજિનલ સાયલેન્સર કઢાવીને વધારે પડતું લાઉડ સાયલેન્સર નંખાવીને દેખાડો કરતા નબીરાઓ સામે ગાંધીનગર ટ્રાફિક પોલીસ દ્વારા સ્ટ્રાઇકની શરૂઆત કરવામાં આવી છે. થોડા સમય અગાઉ ગોધરાના એડવોકેટ રમજાન જુજારાએ વાહન વ્યવહાર મંત્રી આર. સી. ફળદુને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા આવાં બુલેટ ચાલકોનાં બુલેટ ડિટેઈન કરી સાયલેન્સર કાઢી લેવાની રજૂઆત કરવામાં આવી હતી.

કડક કાર્યવાહી હાથ ધરાશે
જેનાં પગલે વાહન વ્યવહાર મંત્રીએ રાજયના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખીને મોડીફાઈડ બુલેટને લઈને માર્ગો પર બેફામ ગતિએ દોડતાં બુલેટ ચાલકો સામે કઠોર કાર્યવાહી કરવા ભલામણ કરી હતી. ત્યારે સરકારનાં આદેશ બાદ ગાંધીનગર ટ્રાફિક પોલીસ હરકતમાં આવી ગઈ છે. અને શહેરનાં મુખ્ય પ્રવેશદ્વાર સહિતનાં માર્ગો પર સઘન ચેકીંગ હાથધરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બુલેટ ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ધ્વનિ પ્રદુષણ ફેલાવતા 5 બાઇકને પોલીસ દ્વારા ડિટેઈન કરવામાં આવી
ધ્વનિ પ્રદુષણ ફેલાવતા 5 બાઇકને પોલીસ દ્વારા ડિટેઈન કરવામાં આવી

અન્ય ચાલકો ધ્વનિ પ્રદુષણથી હેરાન
આ અંગે ગાંધીનગર ટ્રાફિક પોલીસ ઈન્સ્પેક્ટર મનીષા પુવારે જણાવ્યું હતું કે, મોટાભાગના બુલેટ સવારો અન્ય લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવા માટે ઓરિજિનલ બુલેટનાં સાયલેન્સરને મોડીફાઈડ કરીને અવાજ કરતાં હોય છે. આ અવાજથી અન્ય વાહન ચાલકો હેરાન થવાની સાથે ઘણીવાર અકસ્માત કરી બેસે છે.

વાહન ચાલકોને 1 હજાર રૂપિયાનો દંડ ફટકારાયો
એક સર્વે મુજબ ગાંધીનગરનાં રિલાયન્સ ચાર રસ્તા, સેન્ટ્રલ વિસ્ટા અને 'જ' રોડ પર આવા બુલેટ વધું ફરતાં હોય છે, જેથી આ વિસ્તારમાં ખાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 194 (એફ) કલમ મુજબ મોડી ફાઈડ કરેલા15 બુલેટ તેમજ 5 બાઇકને ડિટેઈન કરવામાં આવ્યા છે અને 38 વાહન ચાલકોને 1 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આગામી દિવસોમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બુલેટચાલકો સામે વધુ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

મોડીફાઈડ બુલેટ ચાલકો વિરુદ્ધ ફરિયાદ મળશે તે વિસ્તારમાં પણ ચેકિંગ કરાશે
ગાંધીનગર વિસ્તારમાં કોઈપણ વસાહતી દ્વારા ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બુલેટ અંગે ટ્રાફિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. કોઈપણ વિસ્તારના રહીશો જો આવા બુલેટચાલકો સામે ફરિયાદ નોંધાવશે તો, પોલીસ તે વિસ્તારમાં આવીને સઘન તપાસ હાથ ધરી લેશે. અને આવા ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો