તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:જાળી ફિટ કરવા માટે જાણ કર્યા વિના રસ્તો બંધ કરી દેવાતાં ટ્રાફિક જામ

ગાંધીનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
અણઘડ આયોજનથી રહીશો ઘ-3ના અંડરપાસમાં ફસાયા - Divya Bhaskar
અણઘડ આયોજનથી રહીશો ઘ-3ના અંડરપાસમાં ફસાયા

કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારની આગોતરા જાણ વગર જ ઘ-4 અંડરપાસનો એક સાઈડનો રસ્તો બંધ કરી દેવાતા નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 35 કરોડના માતબર ખર્ચે બનેલા અંડરપાસમાં પહેલાં રસ્તા પર ગાડબા પડ્યા હતા, જે બાદ વરસાદમાં પાણી ભરાઈ ગયું હતું, જે બાદ હવે વરસાદી પાણીના નિકાલ માટે મુકેલી જાળી અનેક સ્થળે તૂટી ગઈ છે. લોકો માટે જોખમી બને ગયેલી જાળી રીફિટિંગ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે.

સોમવારથી કચેરીઓમાં 100% હાજરીને કારણે ટ્રાફિક વધતાં 2 મિનિટનું અંતર 20 મિનિટનું થયું
સોમવારથી કચેરીઓમાં 100% હાજરીને કારણે ટ્રાફિક વધતાં 2 મિનિટનું અંતર 20 મિનિટનું થયું

જોકે કામગીરી માટે કોઈપણ પ્રકારની જાણ વગર રસ્તા બંધ કરી દેવાતા સોમવારે ઓફિસ અવરમાં અહીં ભારે ટ્રાફિક થઈ ગયો હતો, જેને પગલે અનેક લોકોને સમયસર ઓફીસ પહોંેચવામાં ભારે જહેમત ઉઠાવી હતી. સોમવારથી સરકારી કચેરીઓમાં 100 ટકા સ્ટાફની હાજરીને પગલે વાહનોની અવરજવર વધુ રહી હતી. એક જ તરફના રસ્તામાં બંને તરફથી આવતા વાહનોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી હતી.

તેમાં એસટી બસ સહિતના મોટા વાહનો લોકોને મુશ્કેલીમાં વધારો કરતાં હતા. સામાન્ય રીતે 2 મિનિટમાં પસાર થઈ જતાં અંડરપાસને પાર કરવામાં નાગરિકોને 20 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. શહેરના નવા નજરાણા તરીકે જે ઘ-4 અંડરપાસને કોર્પોરેશન તંત્રએ રજૂ કર્યો હતો તે જ અંડરપાસની નબળી કામગીરીને પગલે તંત્ર માટે મુશ્કેલી બની ગયો છે.

અન્ય સમાચારો પણ છે...