તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રા:ગાંધીનગરમાં પરંપરાગત રથયાત્રા શરતોને આધીન નીકળી, પોણા ત્રણ કિલોમીટરની અંદર ભગવાન જગન્નાથજીની યાત્રા પૂર્ણ કરાઇ

ગાંધીનગર14 દિવસ પહેલા
પોણા ત્રણ કિલોમીટરની અંદર ભગવાન જગન્નાથજીની યાત્રા પૂર્ણ કરાઇ
  • રથયાત્રા પંચદેવ મંદિર સેકટર-22થી સવારે 7.00 કલાકે આરતી કર્યા બાદ નિકળી હતી

ગાંધીનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા છેલ્લી ઘડીએ શરતોને આધીનમંજૂરી આપવામાં આવી હતી. પોણા ત્રણ કિલોમીટરની અંદર ભગવાન જગન્નાથજીની યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા તથા ભાઈ બલરામજીની નગરચર્યા રથયાત્રા સવારે 7.00 કલાકે જગન્નાથજીની આરતી કર્યા બાદ નિકળી હતી. આરતી સમયે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટ્યા હતા.

સવારે 7.00 કલાકે જગન્નાથજીની આરતી કર્યા બાદ રથયાત્રા નિકળી
સવારે 7.00 કલાકે જગન્નાથજીની આરતી કર્યા બાદ રથયાત્રા નિકળી

રથયાત્રા પંચદેવ મંદિર સેકટર-22થી નીકળી સેકટર 17/22 જૈન દેરાસર મંદિરથી જમણી બાજુ તરફ આગળ થઈ જૈન દેરાસરથી સરકારી આયુર્વેદિક હોસ્પિટલ તરફ આગળ વધી હતી. ભગવાનનો રથ આયુર્વેદિક હોસ્પિટલ તરફ થઈ ટ્રાફિક પોલીસ સ્ટેશન તરફ થઈ આગળ ઢોરના ડબ્બા તરફ આગળ વધી ઢોરના ડબ્બાથી સેકટર 29 તરફ આગળ વધી ચ-6 સર્કલ વાળા રોડ તરફ આગળ વધ્યાં હતા. ચ-6 તરફથી જમણી બાજુ શ્રી વૈજનાથ મહાદેવ મંદિર રથનું રોકાણ કરાવવામાં આવ્યું હતું . જ્યાં ભગવાનની આરતી પૂજન કર્યા બાદ રથ ચ રોડ તરફ આગળ વધ્યાં હતાં. ચ રોડ તરફ રથ આગળ વધી સેકટર 22 તરફ નિજ મંદિર શ્રી પંચદેવ મંદિરમાં પરત ફરી હતી.

ચ-6 તરફથી જમણી બાજુ શ્રી વૈજનાથ મહાદેવ મંદિર રથનું રોકાણ કરાવવામાં આવ્યું હતું
ચ-6 તરફથી જમણી બાજુ શ્રી વૈજનાથ મહાદેવ મંદિર રથનું રોકાણ કરાવવામાં આવ્યું હતું

ભગવાનનો રથ દર્શનાર્થી માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં સરકારની ગાઇડલાઈન મુજબ અને સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સ રાખી દૂરથી જ ભગવાનના રથને અડ્યા વિના ભાવિક ભક્તોએ દર્શન કર્યા હતા. રથયાત્રામાં પ્રસાદની કોઈ જોગવાઈ કરવામાં આવી ન હતી.

અન્ય સમાચારો પણ છે...