રજૂઆત:સે-21માંથી નોનવેજ માર્કેટ ખસેડવા વેપારીઓની રજૂઆત

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેયર સહિતના પદાધિકારીઓએ સમસ્યાઓ જાણી

ગાંધીનગર સેક્ટર-21 ડિસ્ટ્રીક્ટ શોપિંગ સેન્ટર ખાતે બુધવારે સાંજે મેયર હિતેશ મકવાણા, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેને મુલાકાત લીધી હતી. પદાદિકારીઓ દ્વારા સેક્ટર-21ના વેપારીઓની સમસ્યાઓ સાંભળવામાં આવી હતી અને અહીં ચાલી રહેલાં પાર્કિંગ સહિતની કામગીરીને જોઈ હતી. શોપિંગ સેન્ટરના વિકાસનો આખા પ્લાન મંગાવીને પદાધિકારીઓએ સ્થળ પર જ જોયો હતો.

વેપારીઓ દ્વારા છેલ્લા એકાદ વર્ષથી વધુ સમયથી પાર્કિંગની લાંબા સમયથી ચાલતી કામગીરીને ખોદાયેલા ખાડાઓને પગલે વેપારીઓને પડતી મુશ્કેલીઓ મુદ્દે પણ રજૂઆતો થઈ હતી. આ ઉપરાંત સેક્ટર-21 શોપિંગ ખાતે વારંવાર ઉભરાતી ગટરો અંગે પણ પદાધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. વેપારીઓ દ્વારા શોપિંગને અડીને આવેલા નોનવેજ માર્કેટને ખસેડવા પણ રજૂઆત કરી હતી. સેક્ટર-21 શોપિંગ સેન્ટરની મુલાકાત પહેલાં સવારે પદાધિકારીઓ દ્વારા મનપાની ઇજનેરી શાખાના ઉચ્ચ અધિકારીઓ, કન્સલટન્ટ કંપનીના અધિકારીઓ તેમજ સ્માર્ટ સિટીના અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

અન્ય સમાચારો પણ છે...