તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકાસ:ગાંધીનગરના વાસણા-હડમતીયા, ઉવારસદ અને વાવોલની 100 હેક્ટર્સ વિસ્તારની ટી.પી. સ્કીમને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી મંજૂરી

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર (ગુડા)ની ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ નં. 26 અને રાજકોટ કોર્પોરેશનની પ્રિલીમીનરી ટી.પી.સ્કીમ નં. 32 (રૈયા)ને મંજૂરી
  • ટી. પી. 26માં બાગ બગીચા, સ્કુલ તેમજ નબળા વર્ગના લોકોના રહેઠાણ સહિતની સુવિધા ઉભી કરાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુઆયોજિત નગર આયોજનની દિશામાં આગળ વધતા વધુ બે ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી છે. જે અન્વયે મુખ્યમંત્રીએ ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીની ડ્રાફ્ટ ટાઉન પ્લાનીંગ સ્કીમ નં. 26 (વાસણા-હડમતિયા-ઉવારસદ-વાવોલ)ની આશરે 100 હેક્ટર્સ વિસ્તારની ટી.પી.ને મંજૂરી આપી છે.

વિકાસની વ્યાપક તકો વધશે

આ ટી.પી. થવાથી વિકાસની વ્યાપક તકો વધશે કારણ કે, ગાંધીનગર શહેરના વિકાસ આયોજનને આગળ વધારતા પહોળા રસ્તાઓ સુચવવામાં આવ્યાં છે. ગુડાની આ ટી.પી.થી જાહેર સુવિધા માટે આશરે 32,187 ચો.મી. જમીન, બાગ બગીચા અને ખુલ્લી જગ્યા માટે 34,738 ચો.મી. તથા સ્કૂલ માટે 12,965 ચો.મી. જમીન ઉપરાંત સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ માટે 12,746 ચો.મી. જમીન પ્રાપ્ત થશે.

ટી.પી.સ્કીમ નં. 26ને ટુંકા સમયમાં મંજુરી મળી

આ ઉપરાંત આંતરમાળખાકીય સ્વલતોને પહોંચી વળવા માટે વેચાણના હેતુ માટે પણ આશરે 81,121 ચો.મી. જેટલા પ્લોટો સંપ્રાપ્ત થશે. આમ ગુડા દ્વારા મંજૂરી અર્થે થયેલી ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. 25ને અગાઉ મંજૂરી બાદ હવે આ ટી.પી.સ્કીમ નં. 26ને ખુબ જ ટુંકા સમયમાં સરકારની મંજુરી મળી ગઇ છે.

રાજકોટની ટી.પી.સ્કીમ નં. 32 (રૈયા)ને પણ મંજૂરી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઉપરાંત રાજકોટ શહેરની સ્માર્ટ સીટીની પ્રિલીમીનરી ટી.પી.સ્કીમ નં. 32 (રૈયા)ને પણ મંજુરી આપી છે. સપ્ટેમ્બર-2018 માં જ મંજૂર કરાયેલી આશરે 367 હેક્ટર્સનું વિશાળ ક્ષેત્રફળ ધરાવતી આ ડ્રાફ્ટ ટી.પી. સ્કીમની પ્રારંભિક યોજનાને પણ તેમણે મંજુરી આપતા રાજકોટમાં નવા રેસકોર્સ વિસ્તાર તરીકે પ્રસિધ્ધ સ્માર્ટ સીટીની આ સ્કીમમાં વિકાસની વિપુલ તકો ઉભી થયેલી છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ સ્માર્ટ સીટીની આ ટી.પી. સ્કીમના વિકાસ અર્થે ઘણી મોટી ગ્રાંટની ફાળવણી કરવામાં આવતી હોવાથી આ ટી.પી.સ્કીમ એક અતુલ્ય નજરાણું બની રહેશે.

ગાંધીનગર અને રાજકોટ શહેર માટે વિકાસની વધુ તકો ખુલશે

સ્માર્ટ સીટીની સદર સ્કીમમાં ઘણાં પહોળા રસ્તાઓનું આયોજન કરાયેલુ છે. જેમાં 24 મીટર, 36 મીટર, 45 મીટરથી 60 મીટર સુધીનું રસ્તાકીય માળખુ સુચિત છે. વધુમાં આ ટી.પી.માં સામાજિક માળખાગત સુવિધાઓ માટે આશરે 4,08,551 ચો.મી. પ્લોટ, સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના રહેણાક માટે 1,26,565 ચો.મી.ના પ્લોટ તથા ખુલ્લી જગ્યા, બગીચા માટેના આશરે 1,76,221 ચો.મી. ના પ્લોટ તથા વેચાણના હેતુ માટે 1,39,604 ચો.મી. જમીન સંપ્રાપ્ત થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બંને ટી.પી.સ્કીમને ત્વરિત મંજુરી આપતા ગાંધીનગર અને રાજકોટ શહેર માટે વિકાસની વધુ તકો ખુલશે.

અન્ય સમાચારો પણ છે...