તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રદ્ધાંજલિ:દિલ્હીમાં બજરંગ દળના યુવાનની નિર્મમ હત્યાના વિરોધમાં ગાંધીનગરમાં મશાલ રેલી

ગાંધીનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રીંકુ શર્મા નામના બજરંગ દળના હિન્દુ યુવાનની થઇ હતી હત્યા
 • દેશભરમાં આ યુવાનની હત્યાને લઇ હિન્દુ સંગઠનોમાં ભારે રોષ

શ્રી રામ જન્મભૂમિ પર ભવ્ય મંદિરના નિર્માણ માટે દેશભરમાં નિધિ એકત્રીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે આ અભિયાન અંતર્ગત લાખો હિન્દુ યુવાનો આ અભિયાનમાં જોડાયા છે જેને લઇને તાજેતરમાં દિલ્હીમાં નિધિ એકત્રીકરણ સમયે રીંકુ શર્મા નામના બજરંગ દળના હિન્દુ યુવાન પર વિધર્મીઓએ હુમલો કરી નિર્મમ હત્યા કરી હતી. જેના વિરોધમાં આજે ગાંધીનગરમાં મશાલ રેલી યોજાઇ છે.

દેશભરમાં આ યુવાનની હત્યાને લઈને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ
દિલ્હીમાં થયેલ બજરંગ દળની હત્યાને લઇ હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઇને દેશભરમાં આ યુવાનની હત્યાને લઈને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત ગાંધીનગરમાં પણ આ યુવાનને શ્રદ્ધાંજલિ આપવા બજરંગ દળના યુવાનોએ મશાલ રેલી યોજી હત્યાના વિરોધમાં આક્રોશ ઠાલવ્યો હતો.

રેલીમાં અનેક રામભક્તો જોડાયા
ગાંધીનગરમાં આ રેલી સત્યાગ્રહ છાવણીથી સેક્ટર-6નાં પેટ્રોલ પંપ સુધી યોજાઇ હતી. જેમાં બજરંગ દળના જિલ્લા સંયોજક શક્તિસિંહ ઝાલા સહિતના બજરંગ દળના કાર્યકર્તાઓ જોડાયા હતા. જયશ્રી રામના નારા સાથે આ રેલીમાં અનેક રામભક્તો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો