પરિણામ:જિલ્લાના 12 સાયન્સના 5 હજાર વિદ્યાર્થીનું આજે પરિણામ

ગાંધીનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું પણ આજે પરિણામ જાહેર કરવામાં આવશે

આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે. આ સાથે ગુજકેટ એટલે કે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું પણ પરિણામ જાહેર કરવામાં આવશે. છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસ અને પરીક્ષા પર અસર પહોંચી હતી. જોકે ચાલુ શૈક્ષણિક વર્ષમાં કોરોના કાબૂમાં આવતા નક્કી ટાઈમ ટેબલ પ્રમાણે પરીક્ષાઓ લેવાઈ હતી. ત્યારે ગાંધીનગર જિલ્લાના 12 સાયન્સના અંદાજે 5 હજાર જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર થશે.

ધોરણ-12 સાયન્સનું પરિણામ આજે સવારે 10 વાગ્યે જાહેર કરવામાં આવશે. આ પરિણામની સાથે જ ગુજકેટ-2022નું પરિણામ પણ જાહેર કરવામાં આવશે. આ વર્ષે નિયમ ટાઈમ ટેબલ પ્રમાણે પરીક્ષા યોજાઈ છે ત્યારે વિદ્યાર્થીઓ પણ રિઝલ્ટની આતુરતાથી રાહ જોઈને બેઠા છે, જે આતુરતાના આજે અંત આવશે.આમ કોરોનાના બે વર્ષ બાદ આજે ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...