તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંત્રીમંડળની બેઠક:આજે કેબિનેટ બેઠકમાં કોરોના વેક્સિન ડ્રાય રન, રાજકોટ AIIMSનું ખાતમૂર્હત અને રાત્રિ કર્ફ્યૂ અંગે ચર્ચા કરાશે

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
સ્વર્ણિમ સંકૂલ ફાઈલ ફોટો - Divya Bhaskar
સ્વર્ણિમ સંકૂલ ફાઈલ ફોટો
 • 31 ડિસેમ્બરે વડાપ્રધાન મોદી રાજકોટ એઇમ્સનું ખાતમુહૂર્ત કરશે

આજે ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાશે. જેમાં હાલમાં ચાલી રહેલા કોરોના વેક્સિનના ડ્રાય રન અંગે સમીક્ષા કરવામાં આવશે. તે ઉપરાંત રાજકોટને ફાળવવામાં આવેલી AIIMSના ખાતમુહૂર્ત અંગેની તૈયારીઓ વિશે ચર્ચાઓ કરવામાં આવશે. રાજકોટ AIIMSનું ખાતમૂર્હત વડાપ્રધાન મોદી 31મી ડિસેમ્બરના રોજ કરવાના છે. તે ઉપરાંત ઉત્તરાયણ અંગેની નવી ગાઈડલાઈન તથા રાત્રિ કર્ફ્યૂ અંગે ચર્ચા વિચારણા કરીને નિર્ણય લેવામાં આવી શકે છે.

ગાંધીનગરમાં કોરોના વેક્સિનેશન માટે ડ્રાય રન ટેસ્ટ કરાયો
ગાંધીનગર શહેરમાં મંગળવારે કોરોના વેક્સિનેશન માટે ડ્રાય રન ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નક્કી કરવામાં આવેલ પાંચ સ્થળો ખાતે ડ્રાય રન ટેસ્ટ યોજાયો હતો. ડ્રાય રન ટેસ્ટમાં 125 લાભાર્થીઓને અલગ અલગ સ્થળે રસી માટે બોલાવવામાં આવ્યા હતા.આ ડ્રાય રન થકી વેક્સિનેશન માટે જરૂરી તમામ બાબતો પર બારીકાઇથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર ડો. કલ્પેશ ગોસ્વામીએ વેક્સિનેશન અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર, સેક્ટર-2 અર્બન હેલ્થ સેન્ટર, હાઇટેક હોસ્પિટલ, ઇન્દ્રોડા અને સેક્ટર-24 પ્રાથમિક શાળા આ તમામ જગ્યા પર 25 – 25 લાભાર્થી મળી કુલ 125 લાભાર્થીઓને ડ્રાય રન માટે બોલાવવામાં આવ્યા હતા.

રાજકોટ શહેરના 5 સ્થળ પર ડ્રાય રનની પ્રોસેસ કરવામાં આવી રહી છે
નાયબ આરોગ્ય અધિકારી પી.પી.રાઠોડે જણાવ્યું હતું કે બે દિવસ માટે એટલે 28 અને 29 તારીખ ડ્રાય રનની કામગીરી રાખવાની હતી. જેમાં શહેરના જે 5 સ્થળ નક્કી કરવામાં આવ્યાં હતાં. ત્યાં અમે સાધન સામગ્રી, સ્ટાફની ટ્રેનિંગ વગેરે કરવામાં આવ્યું હતું. અમે આ ડ્રાય રનનું અમલીકરણ ચાલુ કર્યું છે. પહેલા તબક્કામાં આરોગ્ય કર્મચારી છે તેને સિલેક્ટ કરવામાં આવ્યાં છે. કોવિડ એપ્લીકેશન દ્વારા જે લોકોને વેક્સિન માટે બોલાવવાના છે તેને જાણ કરવામાં આવશે. જેથી તે લોકો જ સ્થળ પર પહોંચશે. દરેક જગ્યા પર 25 લોકોને બોલાવવામાં આવ્યાં હતાં.

31 ડિસેમ્બરે વડાપ્રધાન મોદી રાજકોટ એઇમ્સનું ખાતમુહૂર્ત કરશે
ગુજરાતની પ્રથમ એઇમ્સ રાજકોટને ફાળવવામાં આવી છે. જેનું ખાતમુહૂર્ત 31 ડિસેમ્બરે વડાપ્રધાન મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરવામાં આવશે. 750 બેડની એઇમ્સમાં અનેક વિભાગો તેમજ શૈક્ષણિક કાર્ય શરુ થશે. ત્યારે એઇમ્સ હોસ્પિટલના ડેપ્યુટી ડિરેક્ટર શ્રમદિપ સિંહાએ જણાવ્યું છે કે, સમગ્ર એઇમ્સના સંચાલન માટે 5000થી વધુના સ્ટાફની જરૂર પડશે. આ માટે ટૂંક સમયમાં જ ભરતી પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે. રાજકોટ એઇમ્સમાં તબીબી ક્ષેત્રે સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ રોજગારીનું સર્જન થશે અને શ્રેષ્ઠ ડોક્ટરોની ટીમ અહીં સેવા આપશે.

સિક્યુરિટી, ભોજન, સફાઈ સહિત અનેક ક્ષેત્રે ખાનગી સંસ્થાઓની પણ મદદ લેવાશે
શ્રમદિપ સિંહાએ વધુમાં જણાવ્યું છે કે, ભારતની ખ્યાતનામ તબીબી સંસ્થામાં જનરલ OPDથી લઈ ટ્રોમા સુધી ઇમરજન્સી કેસને હેન્ડલ કરવામાં આવશે. 200 એકર જગ્યામાં નિર્માણ થનાર એઇમ્સમાં તબીબી વિદ્યા શાખાના વિદ્યાર્થીઓને શિક્ષણ અર્થે કોલેજ પણ કાર્યરત થશે. બંને શાખામાં તબીબો, પેરા મેડિકલ, લેબ, ફાર્મસી, કિચન, લોન્ડરી, મેડિકલ ગેસ, સહિતના વિભાગોમાં સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ સ્ટાફની જરૂરિયાત ઉભી થશે. શૈક્ષણિક વિભાગમાં પ્રોફેસર, તેમજ અન્ય સપોર્ટિંગ સ્ટાફની પણ જરૂરિયાત મોટા પાયે થશે. આ ઉપરાંત સિક્યુરિટી, ભોજન, સફાઈ સહિત અનેક ક્ષેત્રે ખાનગી સંસ્થાઓની પણ મદદ લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો