સમર્થનમાં પ્રદર્શન:આજે વિપુલ ચૌધરીના સમર્થનમાં પ્રદર્શન કરાશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સત્યાગ્રહ છાવણી ખાતે સવારે 9.30 વાગ્યાથી અર્બુદા સેનાના કાર્યક્રમો

દૂધસાગર ડેરીમાં ઉચાપત મામલે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ થયેલી છે. આ મુદ્દે અર્બુદા સેના દ્વારા છેલ્લા ઘણા સમયથી વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે. ત્યારે આજે સત્યાગ્રણ છાણવી ખાતે ધરણાં, આવેદનપત્ર તથા જેલભરો કાર્યક્રમ યોજાશે. સવારે 9:30 કલાકે અર્બુદા સેના દ્વારા કાર્યક્રમ યોજાશે.

કાર્યક્રમ માટે ‘ચાલો... ચાલો... આપણા નેતા વિપુલભાઈ ચૌધરીને ન્યાય અપાવવા ચાલો વિપુલભાઈને જેલમુક્ત કરાવવા ચાલો.....ગાંધીનગર’નો નારો અપાયો છે. જેમાં અર્બુદા સેનાના સૈનિકો, પશુપાલકો, વડીલો, ભાઈઓ- બહેનો તથા યુવાનોને હાજર રહેવા આહ્વા્ન કરાયું છે.

મહત્ત્વનું છે કે વિધાનસભા ચૂંટણીની તારીખો ગમે તે ઘડીએ જાહેર થાય, તેવી સ્થિતિ છે ત્યારે ચૌધરી સમાજના અગ્રણી ગણાતા વિપુલ ચૌધરીના સમર્થનમાં થઈ રહેલાં પ્રદર્શન કાર્યક્રમોને પગલે ચૌધરી સમાજનું શક્તિ પ્રદર્શન પણ થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...