કોરોના અપડેટ:આજે ગ્રામ્ય - મનપા વિસ્તારમાં 15 વિધાર્થીઓ સહિત 35 કોરોના કેસો સામે આવતાં ચાર દિવસમાં આંકડો 100 ની પાર થયો

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્યમાં 12 અને શહેરી વિસ્તારમાં 23 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો

ગાંધીનગર જિલ્લામાં આજે કોરોના બ્લાસ્ટ થયો છે. જેમાં ગ્રામ્ય અને કોર્પોરેશન વિસ્તારના 15 વિધાર્થીઓ સહિત 35 લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. આમ સતત ચોથા દિવસે પણ કોરોનાએ કહેર વર્તાવતા માત્ર ચાર દિવસમાં જ જિલ્લામાં કોરોનાનો આંકડો 100 ની પાર થઈ ચૂક્યો છે.

ગાંધીનગરમાં જાન્યુઆરી મહિનાની શરૂઆતથી કોરોનાએ ફૂંફાડો માર્યો છે. દિવસેને દિવસે કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં જિલ્લામાંથી 70 દર્દીઓ કોરોનાના સામે આવી ચૂક્યા હતા. ત્યારે આજે તો કોરોનાનો બ્લાસ્ટ થયો છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંથી 35 લોકો કોરોના પોઝિટિવ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 15 વિધાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે.

ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો આજે દહેગામમાં 44 વર્ષીય ગૃહિણી, કલોલમાં 17 વર્ષનો વિદ્યાર્થી, 20 વર્ષનો વિદ્યાર્થી, 22 વર્ષની વિદ્યાર્થીની તેમજ 48 વર્ષીય ગૃહિણી, 26 અને 23 વર્ષીય નોકરિયાત યુવકો કોરોનાનો શિકાર બન્યા છે. જ્યારે ગાંધીનગર ગ્રામ્યમાં 9 વર્ષનો વિદ્યાર્થી, 12 વર્ષની વિદ્યાર્થીની અને 38 વર્ષીય મિલિટરી જવાન પણ કોરોના સંક્રમિત થયા છે. આમ આજે ગ્રામ્યમાંથી મળી આવેલા કોરોના કેસોમાં 6 વિદ્યાર્થીઓ છે.

બીજી તરફ શહેરી વિસ્તારમાં સૌથી વધુ સંક્રમણ ફેલાઈ રહ્યું છે. આજે શહેરી વિસ્તારમાંથી એકસાથે 23 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જેમાં પણ સંક્રમિત વિદ્યાર્થીઓની સંખ્યા વધારે નોંધાઈ છે. જે અન્વયે રાંદેસણમાં 15 વર્ષની વિદ્યાર્થિની, સરગાસણમાં 28 વર્ષીય ગૃહિણી, 50 વર્ષીય વૃદ્ધ, રાયસણમાં 30 વર્ષની ગૃહિણી, કુડાસણમાં 51 વર્ષીય વૃદ્ધા, 35 વર્ષીય યુવક, 49 વર્ષીય ગૃહિણી તેમજ વાવોલમાં 51 વર્ષના વૃદ્ધ, 18 વર્ષની વિદ્યાર્થીની, 7 વર્ષની વિદ્યાર્થીની, 64 વર્ષના વૃદ્ધ, 42 વર્ષીય આધેડ અને સેકટર - 29 માં 24 વર્ષની વિદ્યાર્થીની, સેકટર - 21 માં 17 વર્ષની વિદ્યાર્થીની, સેકટર - 19 માં 51 વર્ષના વૃદ્ધ અને 72 વર્ષીય વૃદ્ધા, સેકટર - 24 માં 30 વર્ષીય ગૃહિણી, સેકટર - 17 માં 24 વર્ષનો વિદ્યાર્થી, પેથાપુરમાં 17 વર્ષનો વિદ્યાર્થી તેમજ ભાટમાં 33 વર્ષનો યુવક પણ કોરોના પોઝિટિવ હોવાનું સરકારી દફતરે નોંધ કરાઈ છે. આમ માત્ર ચાર દિવસમાં કોરોનાનો આંકડો 100 ને પાર થઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...