તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભિયાન:આજે 66 સ્થળે 45થી ઉપરનાને રસી અપાશે, લોકોને સમજાવવા દૂધ મંડ‌ળીના સંચાલકોને અપીલ કરાઈ

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગામડામાં રસીકરણ વધારવા કલેક્ટર અને આરોગ્ય તંત્રની તૈયારી
  • મંડળીના સભાસદો, હોદ્દેદારો, પશુપાલકોને વેક્સિન લેવાના ફાયદા અને કારણો સહિતની જાણકારી આપવા કલેક્ટરે અપીલ કરી

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનેશનની કામગીરીને વધુ સઘન કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે બુધવારે જિલ્લાના ચારેય તાલુકાના કુલ 66 સ્થળોએ કોરોનાની વેક્સિન આપવાનો કાર્યક્રમ યોજવામાં આવશે. જ્યારે બીજી તરફ જિલ્લાના મનપા અને ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 5682 લાભાર્થીઓએ કોરોનાની વેક્સિન લીધી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાની વેક્સિન લેવાથી લોકો દુર ભાગી રહ્યા છે. ત્યારે વેક્સિનેશનની કામગીરીને સઘન કરવા માટે દૂધ મંડળીઓની મદદ લેવામાં આવી રહી છે. મંડળીઓના સંચાલકો, સભાસદો અને પશુપાલકોને વેક્સિન લે તે માટે સમજાવવા અને લોકો વધુને વધુ વેક્સિન લે તે માટે જિલ્લા કલેક્ટરે અપીલ કરવામાં આવી છે. જેથી ગ્રામ્ય વિસ્તારના લોકો પણ કોરોનાની રસી લે.

વેક્સિનેશનની કામગીરીને વેગવંતી બનાવવા માટે અને ગ્રામ્ય વિસ્તારના લોકો વધુને વધુ વેક્સિન લે તે માટે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એમ.એચ.સોલંકી દ્વારા જિલ્લાના ચારેય તાલુકાના કુલ 66 સ્થળોએ તારીખ 2જી, જૂન, બુધવારના રોજ વેક્સિનેશનની કામગીરી કરવામાં આવશે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 45 વર્ષથી મોટી ઉંમરના લાભાર્થીઓને પ્રથમ અને બીજો ડોઝ અપાશે.

આ 66 સ્થળેથી વેક્સિન આપવામાં આવશે
પુંધરા , લોદરા , રિદ્રોલ , બિલોદરા ,સમૌ , વિહાર , પડુસ્મા , હરણાહોડા , આજોલ , બાપુપુરા , ચરાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર , સોજા , જામળા, મહુડી , લાકરોડા , અનોડિયા , માણસા શહેરી આરોગ્ય કેન્દ્ર , મોખાસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , નારદીપુર , પલિયડ , પાનસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , છત્રાલ , કાંઠા , બિલેશ્વરપુુરા , ધાનજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , બોરીસણા , પલસાણા , વડસર , કલોલ શહેરી આરોગ્ય કેન્દ્ર-1 અને 2 , કલોલની ઇ.એસ.આઇ.એસ હોસ્પિટલ , સામેત્રી , ખાનપુર , કનીપુર , હિલોલ , ઘમીજ , દેવકરણ મુવાડા , શિયાવાડા , બારીયા , હરસોલી , કોઠી , પાલુન્દ્રા , હરખજીના મુવાડા , અમરાજીના મુવાડા , દહેગામ મ્યુ. હાઇસ્કુલ , રૂપાલ , વાસન ,ઉનાવા , પીંડારડા , પાલજ , મુબારકપુરા , વડોદરા , મગોડી , ઉવારસદ , પ્રાંતિયા , મોટા ચિલોડા , છાલા , પુન્દ્રાસણ , ટીંટોડા , ભોંયણરાઠોડ , સરઢવ , જલુંદ , ડભોડા , દોલારાણા વાસણા , સાદરા અને , શિહોલી મોટી ખાતે વેક્સિન અપાશે.

મંગળવારે 5682 લોકોએ રસી લીધી
મંગળવારે કુલ 5682 લાભાર્થીઓને વેક્સિન આપી હતી. તેમાં મનપા વિસ્તારમાં 18 વર્ષથી મોટી ઉંમરના 3734 લાભાર્થીઓને વેક્સિનનો પ્રથમ ડોઝ આપ્યો હતો. જ્યારે 45 વર્ષથી મોટી ઉંંમરના 498 લાભાર્થીઓને વેક્સિનનો ડોઝ આપ્યો હતો. જ્યારે ચારેય તાલુકામાં 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 1450 લાભાર્થીઓને વેક્સિન આપી હતી.

વેક્સિન ગામમાં ક્યાં ક્યાં મળે છે તેની જાણકારી પણ અપાઈ
​​​​​​​ગ્રામજનોમાં વેક્સિનને લઇને જાગૃત્તતાનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનની કામગીરીને અસરકારક કરવા માટે જિલ્લા કલેક્ટર કુલદીપ આર્યની અધ્યક્ષતામાં જિલ્લાની દૂધ મંડળીઓના સંચાલકોની સાથે બેઠક યોજાઈ હતી. જેમાં દૂધ મંડળીઓના સંચાલકોને વેક્સિનેશન સઘન કરવા અપીલ કરાઈ હતી.ઉપરાંત મંડળીના સભાસદો, હોદ્દેદારો તેમજ પશુપાલકોને વેક્સિન લેવાના ફાયદા શું શું છે. વેક્સિન કેમ લેવી પડે કોરોનાની મહામારીમાં વેક્સિન કેવી રીતે ફાયદાકારક છે સહિતની જાણકારી આપવા દૂધ મંડળીના સંચાલકોને જિલ્લા કલેક્ટરે અપીલ કરી હતી.

ઉપરાંત વેક્સિન ગામમાં ક્યાં ક્યાં મળે છે તેની જાણકારી નજીકના આરોગ્ય કેન્દ્રમાંથી માહિતી અપાશે સહિતની જાણકારી દૂધ મંડળીના સંચાલકોને અપાઈ હતી. આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એમ.એચ.સોલંકીએ પણ વેક્સિન અંગેની જાણકારી આપી હતી. શહેરી વિસ્તારની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારમાં વેક્સિનેશનની કામગીરી ઓછી થવા પામી છે. જ્યારે બીજી તરફ આરોગ્ય તંત્ર દ્વારા લોકો વેક્સિન લે તે માટે પ્રચાર પ્રસાર કરાઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...