તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર:આજે સશસ્ત્ર સેના ધ્વજ અવસરે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 7 ડિસેમ્બર(આજે) સશસ્ત્ર સેના ધ્વજ અવસરે ફાળો અર્પણ કરી દેશની સરહદો સાચવતા અને માતૃભૂમિની રક્ષા કરતા વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.આપણાં દેશના સીમાડે સતત ખડેપગે રહીને સરહદ પારની ઘૂસણખોરી અને નાપાક હરકતો નો જડબા તોડ જવાબ આપી માભોમની રક્ષા કરવા ઉપરાંત આંતરિક સલામતિ સુરક્ષા આપણાં સશસ્ત્ર દળોના જવાનો નિભાવે છે.

દેશમાં કુદરતી કે માનવ સર્જિત આપત્તિ પુર વાવાઝોડું ભૂકંપ કે કાયદો વ્યવસ્થાની જાળવણીમાં પણ સ્થાનિક પ્રશાસનને મદદરૂપ થતા આ સેનાનીઓ અને સશસ્ત્ર દળોના કર્તવ્યનિષ્ઠ ફરજ પરસ્ત જવાનોના અને દેશ માટે સમર્પિત થઈ પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર જવાનોના પરિવારોના કલ્યાણ હેતુથી આ સશસ્ત્ર સેના ધ્વજ દિવસે સૌ કોઈ સ્વૈચ્છિક ફાળો દાન અર્પણ કરી તેમની સેવાઓનો ઋણ સ્વીકાર કરે છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપણાં અડીખમ યોદ્ધાઓ અને વીર સેનાનીઓ પ્રત્યે આદર ભાવ પ્રગટ કરવા અને તેમના કલ્યાણ માટે ઉદાર હાથે સૌ નાગરિકો સશસ્ત્ર સેના ધ્વજ દિવસે ફાળો આપે તેવી અપિલ પણ કરી હતી. મુખ્યમંત્રીએ આ સશસ્ત્ર સેના ધ્વજ દિવસ ઉપલક્ષ્યમાં ગાંધીનગરમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો. તે સમયે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, સૈનિક કલ્યાણ બોર્ડના નિયામક નિવૃત કમાંડર શશિકુમાર ગુપ્તા, નાયબ નિયામક પી.એચ.ચૌધરી તેમજ ગુજરાત પ્રદેશના ડિફેન્સ પી.આર.ઓ, એરફોર્સના અધિકારીઓ પણ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો