ગણિત-વિજ્ઞાન પ્રદર્શન:65 સ્થળોએ આજે 150 બાળ વિજ્ઞાની ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેશે

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધો-6થી 8ના વિદ્યાર્થીએ નિયત કરેલી થીમ આધારીત પોતાની કૃતિ બનાવી.
  • અલગ અલગ પાંચ વિષયો ઉપર બાળ િવજ્ઞાનીએ કૃતિ તૈયાર કરી

પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં રહેલી સાયન્સ અને ગણિતની શક્તિઓને ઉજાગર કરવા માટે જિલ્લાના 65 સ્થળોએ સીઆરસી કક્ષાનો ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવશે. જેમાં 150 જેટલા બાળ વૈજ્ઞાનિકો અલગ અલગ પાંચ થીમ આધારીત કૃત્તિ રજુ કરશે. સીઆરસી કક્ષાએ વિજેતા વિદ્યાર્થીઓને તાલુકાથી જિલ્લાથી રાજ્ય અને દેશ કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીકાળમાં વિજ્ઞાન અંગેના સંશોધનની સુષુપ્ત શક્તિઓ ઉજાગર થાય તે માટે દર વર્ષે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવે છે. જોક શિક્ષણ વિભાગ પ્રદર્શન સીઆરસી, તાલુકા, જિલ્લા, રાજ્ય અને દેશકક્ષાએ તબક્કાવાર પ્રદર્શન યોજવામાં આવે છે. તેમાં વિજેતા કૃત્તિ ઉપરના પ્રદર્શનમાં ભાગ લેવા જાય છે.

જિલ્લામાં સીઆરસી કક્ષાનું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન તારીખ 22મી, મંગળવારના રોજ જિલ્લાની 65 શાળાઓમાં યોજવામાં આવશે. જેમાં સીઆરસી કક્ષાની શાળાઓના ધોરણ-6થી 8ના વિદ્યાર્થીઓ અલગ અલગ નિયત કરેલી થીમ આધારીત પોતાની કૃત્તિ તૈયાર કરીને પ્રદર્શનમાં ભાગ લશે. જોકે વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવનાર કૃત્તિ અંગે શિક્ષકો દ્વારા જરૂરી માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.

સીઆરસી કક્ષાના ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં 150 બાળ વૈજ્ઞાનિકો પોતાની કૃત્તિને રજુ કરશે. ઉપરાંત તેનાથી ભવિષ્યમાં થનાર ફાયદાની જાણકારી આપશે. જોકે ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન માટે વિદ્યાર્થીઓને નક્કી કરેલા પાંચ વિષયો ઉપર જ પોતાના વિચારોથી કૃત્તિ બનાવવાની હોય છે.

5 વિષયો ઉપર કૃતિ રજૂ કરાશે
કેન્દ્ર સરકારના એનસીઇઆરટી દ્વારા નક્કી કરેલી પ્રદર્શનની મુખ્ય થીમમાં માહિતી અને પ્રત્યાયન ટેકનોલોજીમાં ઉન્નતિ તેમજ નાવીન્ય, ઇકો ફ્રેન્ડલી સામગ્રી તથા પર્યાવરણ સબંધિત ચિંતાની થીમ છે. ઉપરાંત સ્વાસ્થ્ય અને સ્વચ્છતા તથા પરિવહન અને નાવીન્ય તેમજ વર્તમાન નાવીન્ય દ્વારા ઐતિહાસિક વિકાસ તથા આપણા માટે ગણિત વિષયો નક્કી કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...