આયોજન:ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં ખેડુતોને એકજૂથ કરવા માટે તા. 20મીએે ખેડૂતોની મહાસભા

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોડ માટે પોતાની ફળદ્રુપ જમીન કોઇ પણ ભોગે ન આપવાનો ખેડૂતોએ ગલુદણ ખાતે મળેલી બેઠકમાં નિર્ધાર કર્યો હતો

ભારતમાલા પ્રોજેક્ટને પગલે જિલ્લાના અસરગ્રસ્ત ખેડુતોને એકજૂથ કરવા માટે તારીખ 20મી, સપ્ટેમ્બરે ગાંધીનગરમાં મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. રોડ માટે પોતાની ફળદ્રુપ જમીન કોઇપણ કાળે નહી આપવાનો ખેડુતોએ ગલુદણ ખાતે મળેલી બેઠકમાં નિર્ધાર કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાલા પ્રોજેક્ટ થકી થરાદથી રોડ બનાવવામાં આવી રહ્યો છે.

આ રોડના નિર્માણમાં ખેડુતોને ત્રણ પાક લેતી પીયતવાળી જમીન લઇ લેવામાં આવનાર છે. ત્યારે પોતાની ગ્રીન બેલ્ટવાળી જમીન કોઇ કાળે રોડ માટે નહી આપવાના નિર્ધાર સાથે જિલ્લાના અસરગ્રસ્ત ખેડુતોને તબક્કાવાર બેઠકો યોજવામાં આવી રહી છે. ત્યારે ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં સોમવારે ગલૂદણ ખાતે જિલ્લાના અસરગ્રસ્ત ખેડુતોની બેઠક મળી હતી.

તેમાં ભારતમાલા પ્રોજેક્ટથી અસરગ્રસ્ત થરાદથી અમદવાદના તમામ ખેડુતોને સામેલ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. ઉપરાંત અસરગ્રસ્ત ખેડુતો પોતાની જમીન નહી આપવાનો નિર્ધાર પણ બેઠકમાં કરવામાં આવ્યો છે. ગલુદણ ખાતેની બેઠકમાં ઉપસ્થિત 800 જેટલા ખેડુતોએ પોતાનો પ્રાણ આપી દઇશું પરંતુ કિંમતી જમીન નહી આપવાનો એક સૂર ઉઠ્યો હતો.

આ બેઠકમાં ભારતમાલા પ્રોજેક્ટ થકી બનાવવામાં આવનાર રોડને કારણે આગામી સમયમાં કેવા કેવા પ્રકારની મૂશ્કલીઓ ઉભી થનાર છે. તેનાથી ખેડુતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આથી ભારતમાલા પ્રોજેક્ટથી અસરગ્રસ્ત તમામ ખેડુતો એકજૂથ થઇને વિરોધ કરવાનું બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું.

બેઠકમાં આગામી સમયમાં કેવા કેવા પ્રકારના વિરોધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે તેની પણ પ્રાથમિક રૂપરેખા રજુ કરી હતી. જો ખેડુતોની ગ્રીન બેલ્ટ જેવી ફળદ્રુપ જમીન રોડ બનાવવામાં લેવાની કામગીરી બંધ નહી કરવામાં આવે તો આગામી સમયમાં જલદ આંદોલનની ચીમકી ખેડુતોએ ઉચ્ચારી હતી. ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં આગામી તારીખ 20મી, સપ્ટેમ્બરના રોજ સવારે 10 કલાક સત્યાગ્રહ છાવણીમાં મહાસભાનું આયોજન છે.

અન્ય સમાચારો પણ છે...