નિર્ણય:રખડતાં ઢોરનો ત્રાસ રોકવા સરકાર કૂતરાં, ભૂંડની જેમ ગૌવંશનું પણ ખસીકરણ કરશે

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 50 હજાર રખડતા આખલાથી જોખમ: સરકાર

રાજ્યમાં નાગરિકોને રખડતાં ઢોરના ત્રાસમાંથી મુક્ત કરવા માટે રાજ્ય સરકારે હવે કૂતરાં અને ભૂંડની જેમ ગૌવંશનું ખસીકરણ કરવાનો પણ નિર્ણય કર્યો છે. રખડતાં ઢોરના નિયંત્રણ માટેનો કાયદો સ્થગિત કરવામાં આવ્યા બાદ હવે આ સમસ્યાના ઉકેલ માટે સરકારે તમામ રખડતાં આખલાનું ખસીકરણ કરવાની સૂચના આપી છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, રાજ્યની 8 મહાનગરપાલિકા અને 156 નગરપાલિકા ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં 50 હજાર જેટલા રખડતાં આખલા હોવાનો અંદાજ છે, જેનાથી નાગરિકો પર સીધું જોખમ છે.

રખડતાં ઢોરને કારણે જે અકસ્માતો થાય છે, તેમાં 70 ટકા કિસ્સામાં આખલા કારણભૂત હોય છે. આખલાનો મૂળભૂત સ્વભાવ આક્રમક હોવાથી તેને ખસી કરીને બળદ બનાવીને ગૌશાળામાં મૂકવામાં આવશે. સમગ્ર ખસીકરણની કામગીરી વેટરનરી કોલેજોના અધ્યાપકો તથા પશુપાલન ખાતાના વેટરનરી ડોક્ટરના સંકલનથી હાથ ધરવામાં આવશે. આ સાથે આખલાઓને ઇયર ટેગિંગ અને ખસીકરણના એક સપ્તાહ પછી ગૌશાળામાં મોકલવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...