કામગીરી:ધો.-1થી 5ની શાળામાં એક પણ શિક્ષક હોય નહીં તેવી શાળાની યાદી પ્રથમ તૈયાર કરવી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 30થી વધુ છાત્રની સંખ્યા અને 1 જ શિક્ષક છે તેવી શાળાની પ્રથમ પસંદ કરવાની રહેશે

રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની ભરતી અંતર્ગત શાળા પસંદગીની કામગીરી કરાશે. ત્યારે જિલ્લાને ધોરણ-1થી 5 અને ધોરણ-6થી 8ની શાળાઓમાં એકપણ શિક્ષક નથી તેવી શાળાઓની યાદી પ્રથમ તૈયાર કરવાની રહેશે. ઉપરાંત જે શાળામાં 30થી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા અને એક જ શિક્ષક છે તેવી શાળાની પ્રથમ પસંદ કરવાની રહેશે.

રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની સામે વિદ્યાસહાયકોની ભરતી ઓછી કરવામાં આવી છે. આથી શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની બૂમ પડે નહી તે માટે રાજ્યના શિક્ષણ વિભાગે વિદ્યાસહાયકોના ઉમેદવારોની શાળા પસંદગી વખતે શાળાઓની યાદી કેવી રીતે તૈયાર કરવી તેની જાણકારી આપતો આદેશ કર્યો છે. જેમાં ધોરણ-1થી 5 (લોઅર પ્રાયમરી) અને ધોરણ-6થી 8 (અપર પ્રાયમરી) શાળાઓમાં જ્યાં એકપણ શિક્ષક નથી તેવી શાળાઓની પ્રથમ પસંદગી કરીને યાદી તૈયાર કરવાની રહેશે.

ઉપરાંત જે અપર અને લોઅર પ્રાયમરીમાં વિદ્યાર્થીઓની 30થી વધુ સંખ્યા હોય અને એક જ શિક્ષક હોય તેવી શાળાઓની પ્રથમ પસંદગી કરવાની રહેશે. જે શાળામાં એકથી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી હોય તેવી શાળાઓની પ્રથમ પસંદગી કરીને તે મુજબની યાદી તૈયાર કરવાની રહેશે. અપર પ્રાયમરીમાં જે શાળામાં એકપણ શિક્ષક નથી તેવી શાળાઓમાં ગણિત વિજ્ઞાન, બીજી ભાષા અને સામાજિક વિજ્ઞાન વિષયની જગ્યાઓ દર્શાવવાની રહેશે.

જિલ્લાને ફાળવેલા ઉમેદવારો કરતા શાળાઓ પૂરતી નથી તેવા જિલ્લામાં શાળામાં ખાલી જગ્યાઓની સંખ્યાને ઉતરતા ક્રમમાં દર્શાવતી યાદી તૈયાર કરવાની રહેશે. જ્યારે જો કોઇ શાળામાં ભાષા વિષયના શિક્ષક હોય તો તેવી શાળામાં અન્ય ભાષાના શિક્ષકની નિમણૂંક કરવાની રહેશે. તમામ જિલ્લાઓમાં વિદ્યાસહાયકના ઉમેદવારોની શાળા પસંદગીનો કેમ્પ 13મી, જુલાઇ સુધીમાં યોજવાનો રહેશે. 14મીથી 20મી, જુલાઇ સુધીમાં ઉમેદવારે પસંદગીની શાળામાં હાજર રહેવાનો આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...