તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GMC ચૂંટણી:ઈંગ્લીશ મિડિયમની 10 સ્કૂલ ખોલીશું અને પ્રોપર્ટી ટેક્સ 50% ઘટાડીશું : AAP

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મનપા ચૂંટણીને લઈને AAPએ ગેરંટીકાર્ડના નામે મેનિફેસ્ટો જાહેર કર્યો

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી લઈને આમ આદમી પાર્ટીએ પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યા છે. જેમાં આપ દ્વારા પોતાના મેનિફેસ્ટોને વચનો નહીં પણ ગેરંટી હોવાનો દાવો કરીને ગેરંટીકાર્ડ નામ આપ્યું છે. જેમાં આપ દ્વારા શહેરમાં અંગ્રેજી મિડિયમની 10 આધૂનિક શાળા, વડીલોને ઘરે બેેઠા ફ્રી ચેકઅપ, પ્રોપર્ટી ટેક્ષમાં ઘટાડો, મહિલા-વિદ્યાર્થી-વડીલોને ફ્રી બસ સેવા જેવા વાયદા કર્યા છે. આ ઉપરાંત મનપામાં અટકી પડેલી ભરતીઓ પૂર્ણ કરીને કોર્પોરેશનમાં પેન્ડિંગ ભ્રષ્ટાચારના કેસોમાં તાત્કાલિક કાર્યવાહી કરી સજા થાય તેવી કામગીરી કરવા માટે વાયદો કર્યો છે. આ સાથે કોર્પોરેશનની તમામ ઓફિસોમાં સીસીટીવી કેમેરા લગાવી તેને બહારથી જોઈ શકાય તેવી વ્યવસ્થા કરવાની સાથે ફાયરબ્રિગેડના વિસ્તારની બાહેંધરી આપે આપી છે. મનપાની તમામ ઓફિસો-સિવિક સેન્ટરોમાં કોર્પોરેટર્સ હાજર રહે તેવી વ્યવસ્થા કરાશે.

આમ આદમી પાર્ટીએ કરેલી જાહેરાત

  • દરેક સરકારી શાળાનું નવીનીકરણ કરીને અંગ્રેજી મિડિયમની 10 આધૂનિક સરકારી શાળા શરૂ કરાશે.
  • શહેરમાં સેન્ટ્રલ એસી લાયબ્રેરી, રીડીંગ રૂમ, સરકારી પરીક્ષાની તૈયારીઓ માટે કોચીંગ સેન્ટર બનાવાશે.
  • દવાખાનાની સુવિધા વધારાશે, તમામ પ્રકારના લોહી, પેશાબ, સીટી સ્કેન, દવા નિ:શુલ્ક બનાવાશે.
  • તમામ સિનિયર સિટીઝનને દર 60 દિવસે ઘરે બેઠા ફ્રી મેડિકલ ચેકઅપ કરી અપાશે.
  • પ્રોપર્ટી ટેક્સ 50% ઘટાડો કરાશે, વેપારની નવેસરથી સમીક્ષા કરાશે.
  • સ્વ-વપરાશ અને ભાડે આપેલી જગ્યાનો વેરો એક સમાન કરાશે.
  • નવા જોડાયેલ ગામડામાં વિસ્તારમાં જ્યાં સુધી સુવિધાઓ નહીં મળે ત્યાં સુધી વેરા નહીં લેવાય.
  • સેક્ટરના આંતરીક રસ્તાઓ પર સિટી બસો શરૂ કરાશે, બહેનો, વિદ્યાર્થિઓ, સિનિયર સિટીઝન માટે ફ્રી મુસાફરી
  • મહિલા સ્પોર્ટ એકેડમી બનાવાશે, ક્રિકેટ એકેડમી બનાવાશે.
  • સામાજિક પ્રસંગ માટે રંગમંચના ભાડામાં 50 ટકા રાહત અપાશે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો