તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યાય:ગાંધીનગરના કુડાસણમાં દિવ્ય જીવન ઇન્ફ્રાસ્ટ્રકચરની સાઇટ પર થયેલા બે મજૂરોના મોત પ્રકરણમાં કોન્ટ્રાક્ટરને એક વર્ષની સજા, ચાર લાખનો દંડ

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દંડની રકમમાંથી રૂપિયા ત્રણ લાખ 90 હજાર બંને મજુરોના પરિવારને ચુકવવા પણ હુકમ કરવામાં આવ્યો
 • 2011માં પાણીની ટાંકીમાં ન્હાવા પડેલા બે મજુરોના વીજ કરંટના કારણે મોત થયા હતા

ગાંધીનગરના કુડાસણ ગામની સીમમાં આવેલ દિવ્ય જીવન ની ઇન્ફ્રાસ્ટ્રકચરની સાઇટ પર વર્ષ 2011માં પાણીની ટાંકીમાં ન્હાવા પડેલા બે મજુરોના વીજ કરંટના કારણે મોત થયા હતા. જે કેસ ગાંધીનગરની કોર્ટમાં ચાલી જતા ત્રીજા એડિશનલ સેશન્સ જજ દ્વારા લેબર કોન્ટ્રાક્ટર ગિરીશ ગોવિંદભાઈ પરમારને કસૂરવાર ઠરાવી એક વર્ષની કેદની સજા તેમજ ચાર લાખનો દંડ ફટકાર્યો હતો.

ગાંધીનગરના કુડાસણ ગામની સીમમાં દિવ્યજીવન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દ્વારા નવનિર્મિત બિલ્ડીંગનો તમામ જવાબદારી સાથેનો અમદાવાદના ગીરીશ ગોવિંદભાઈ પરમાર જોડે લેબર કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હતો જેમાં ગીરીશ દ્વારા સાઈટ ઉપર બાંધ કામ અર્થે મજૂરને રહેવા માટે નાહવા ધોવા માટે પાણીનો હોજ બનાવવામાં આવ્યો હતો. આ પાણીના હોજ પાસે કોઈનું સંભવિત મૃત્યુ થઈ શકે તેમ હોવા છતાં તેમણે પાણીના હોજ પાસે ખામીયુક્ત વીજલાઈન નાખી હતી.

વર્ષ 2011ની 12મી સપ્ટેમ્બરના રોજ કુડાસણ ગામની સીમમાં દિવ્ય જીવન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાઇડ ઉપર મજૂરી કામ કરનાર બે મજૂરો પાણીના હોજમાં નાહવા માટે પડ્યા હતા જેમાં વીજ કરંટ લાગવાથી 24 વર્ષીય વિશ્વજીત મહાતુ તેમજ 26 વર્ષીય સંજીવ સતિષ સરદારનું વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું. જે સંદર્ભે ગાંધીનગર સેકટર-7 પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો.

જે કેસ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ ની કોર્ટમાં ચાલી ગયો હતો અને સાહેદો ને તપાસવામાં આવ્યા હતા. ત્યાર બાદ ત્રીજા એડિશનલ સેશન્સ જજ એસ એન સોલંકી ની કોર્ટમાં ઉપરોક્ત કેસને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો જેમાં સરકારી વકીલ પ્રિતેશકુમાર વ્યાસે ધારદાર દલીલો કરી હતી તેમજ આરોપીને આ ગુનામાં સજા કરવા તેમજ મરનાર બંને મજૂરોના પરિવારને આર્થિક મદદ મળી રહે તેવી દલીલો કરવામાં આવી હતી જે દલીલોને ધ્યાને લઇ કોર્ટે આરોપી ગીરીશ પરમારને ઇ.પી.કો કલમ 304 (ક)ના ગુનામાં તકસીરવાન ઠરાવી એક વર્ષની સજાનો હુકમ ફરમાવ્યો હતો તેમજ ચાર લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. તેમજ આ દંડની રકમમાંથી રૂપિયા ત્રણ લાખ 90 હજાર બંને મજુરોના પરિવારને ચુકવવા પણ હુકમ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો