તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેનાલમાં ઝંપલાવ્યું:રાયપુર નર્મદા કેનાલમાં ભાણીયાની નજર સામે મામાએ મોતની છલાંગ લગાવી, દીવો કર્યો પૈડાં વહેંચી કેનાલમાં પડતું મુક્યું

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફાયર બ્રિગેડ તેમજ સ્થાનિક તરવૈયાઓ કેનાલમાં શોધખોળ હાથ ધરી
 • બીમારીથી પીડાતા હોવાના કારણે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું

ગાંધીનગરના ડભોડાનાં રાયપુર નર્મદા કેનાલમાં આજે બપોરના સમયે પૂજાવિધિ કર્યા બાદ દીવો કરી પેંડા નો પ્રસાદ વેચ્યા બાદ ભાણીયાંની નજર સામે 55 વર્ષીય મામાએ મોતની છલાંગ લગાવી લેતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવના પગલે ફાયર બ્રિગેડ તેમજ સ્થાનિક તરવૈયાઓ દ્વારા કુબેરનગરના આધેડને લાશની શોધવા કેનાલમાં શોધખોળ કરવામાં આવી હતી જોકે મોડી સાંજ સુધી તેમની લાશ મળી આવી નથી.

ફાયર બ્રિગેડ તેમજ સ્થાનિક તરવૈયાઓ કેનાલમાં શોધખોળ હાથ ધરી
ફાયર બ્રિગેડ તેમજ સ્થાનિક તરવૈયાઓ કેનાલમાં શોધખોળ હાથ ધરી

ડભોડા પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર મૂળ વહેલાલ ના હાલ અમદાવાદના કુબેરનગરમાં રહેતા આશરે 55 વર્ષીય વિજયભાઈ બાબુભાઈ સોલંકીના પરિવારમાં બે પુત્રો છે જેમાં એક પુત્રનું નામ અમિત તેમ જ બીજા પુત્રનું નામ જયકિસન છે. વિજયભાઈ કેન્સરની બીમારીનો ભોગ બન્યા હતા જેમનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. આજે બપોરના સમયે વિજયભાઈ તેમના ભાણીયાં સાથે રાયપુર નર્મદા કેનાલમાં પૂજા વિધિ કરવા માટે આવ્યા હતા.

કેનાલ પાસે આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા
કેનાલ પાસે આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા

નર્મદા કેનાલ પાસે પૂજાવિધિ કર્યા બાદ તેઓએ કેનાલમાં પૂજા નો સામાન વિસર્જિત કર્યો હતો. મામા ભાણિયો બંને કેનાલ પાસે બેસીને દીવો પ્રગટાવી પૂજા વિધિ કરી હતી. બાદમાં લોકોને પેંડાનો પ્રસાદ પણ વહેંચ્યો હતો. પૂજા વિધિનું કામકાજ પૂર્ણ થઇ ગયા બાદ મામા અને ભાણિયો બન્ને ચાલતા ચાલતા કેનાલ કિનારે તે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન વિજયભાઈએ અચાનક દોડીને નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. અચાનક મામાએ કેનાલમાં પડતુ મૂકતા ભાણિયો ચોંકી ઉઠયો હતો અને તેણે બૂમાબૂમ કરી મૂકતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા.

જોકે નર્મદા કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે વિજયભાઈ ઊંડા પાણીમાં ગયા હતા આ અંગે જાણ થતા ડભોડા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને ફાયર બ્રિગેટ તેમજ સ્થાનિક તરવૈયાની મદદ મેળવી વિજયભાઈ ની લાશ ને કેનાલમાં શોધવા લાગ્યા હતા જોકે મોડી સાંજ સુધી વિજય ભાઈ નો કોઈ પત્તો લાગ્યો ન હતો ઘટનાની જાણ થતાં તેમના બંને પુત્રો કેનાલ પર દોડી આવ્યા હતા જ્યારે તેમનો ભાણિયો આઘાતમાં સરી પડયો હતો પ્રાથમિક પૂછપરછમાં કેન્સરનું ઓપરેશન કરાવ્યું હોવા છતાં વિજય ભાઈ સોલંકી તેની બીમારીથી પીડાતા હોવાના કારણે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે તેમ પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો