તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માન્યતા:ગાંધીનગરના સેકટર-24માં આવેલ ઔષધિવનમાં ટીટોડીએ ઈંડા મુક્યા, વરસાદની અટકળો શરુ થઈ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટીટોડીએ ઔષધિવનમાં જમીન પર ઈંડા મુક્યાં છે

ટીટોડી ઈંડા ક્યાં મુકશે, નીચે મુકશે કે ઉપર? તેની પર ભવિષ્યજ્ઞ વરસાદની આગાહી કરતાં હોય છે. પક્ષીનાં ઈંડા મુકવા પર વરસાદ સાથે કોઈ તાલમેલ છે કે નહીં તે તો ઈન્દ્ર ભગવાનને ખબર પણ ગાંધીનગરના સેકટર-24માં આવેલ ઔષધિવનમાં ટીટોડીએ ઈંડા મુક્યા છે. જેમાં ટીટોડીએ ઔષધિવનમાં જમીન પર ઈંડા મુક્યાં છે.

ટીટોડીના ઈંડા કેવો વરસાદ લાવે છે તેની અટકળો શરુ

ચોમાસાની શરુઆત થતાં જ ટીટોડીના ઈંડા ક્યાં મુકાયા છે તેની ચર્ચા વેગ પકડે છે. ખેડૂતોથી લઈને દરેક વ્યક્તિ પ્રમાણસરનો વરસાદ થાય તેવી અપેક્ષા રાખતા હોય છે. અને તેના માટે દરેક પ્રકારના અનુમાનોને અવકાશ મળતો હોય છે. ગાંધીનગરમાં સેકટર-24ના ઔષધિવનમાં જમીન પર મુકાયેલ ટીટોડીના ઈંડા કેવો વરસાદ લાવે છે તેની અટકળો શરુ થઈ ગઈ છે.

છેલ્લા ઘણાં વર્ષોથી સેકટર-24ના ઔષધિવનમાં કાર્યરત પ્રકૃતિ પ્રેમી ભરતભાઈ સોલંકીએ જણાવ્યું કે, આજે ટીટોડીએ ચાર જેટલા ઈંડા જમીન પર મુક્યા છે તો હવે જોવાનું રહ્યું કે વરસાદ કેટલો પડે છે.

અન્ય સમાચારો પણ છે...