તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાત ચિંતામાં:જૂન-જુલાઈમાં ઝાપટાં, ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં ધોધમાર

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 3 વર્ષથી વરસાદની પેટર્ન બદલાઈ : વરસાદના અભાવે વાવણીમાં મુશ્કેલી, પાછોતરો પડતાં પાકને નુકસાન
  • સામાન્ય રીતે જૂનથી ચોમાસું શરૂ થતું હોય છે, પરંતુ ત્રણેક વર્ષથી શરૂઆતમાં માત્ર સામાન્ય વરસાદ પડે છે અને પછી વ્યાપક વરસાદ થાય છે

ગાંધીનગર 3 વર્ષથી વરસાદની પેટર્ન બદલાઈ ગઈ હોય તેમ ઑગસ્ટ માસથી શરૂ થતું ચોમાસું નવેમ્બર સુધી લંબાઈ રહ્યું હોય તેમ ડિઝાસ્ટર મૅનેજમેન્ટની વેબસાઇટ ઉપર 5 વર્ષના આંકડા પરથી લાગી રહ્યું છે. સામાન્ય રીતે રાજ્યમાં જૂન માસથી ચોમાસું શરૂ થાય છે પરંતુ ચોમાસાની જમાવટ ઑગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં જોવા મળે છે. આ કારણે ચોમાસાની ઋતુમાં વરસાદ ન પડતો હોવાથી ખેડૂતોને વાવણીમાં મુશ્કેલી પડે છે જ્યારે પાછોતરા વરસાદને કારણે ઊભા પાકને નુકસાન થતું હોવાથી બંને સ્થિતિમાં ખેડૂતોને વેઠવું પડે છે.

જિલ્લામાં 6 વર્ષથી જૂન-જુલાઈ કરતાં ઓગસ્ટથી સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે

6 વર્ષમાં માસવાર નોંધાયેલો વરસાદ
વર્ષ2015201620172018201920202021
જૂન9514701511512768
જુલાઈ558265951144159326189
ઑગસ્ટ5845531100303564808207
સપ્ટેમ્બર6416141184348811918
ઓક્ટોબર641690348874925
નવેમ્બર----874

3 વર્ષથી પડોશી રાજ્યોના વરસાદથી ડેમ ભરાયા વર્ષ-2018થી રાજ્યમાં ચોમાસું નબળું હોય તેમ લાગી રહ્યું છે. વરસાદી આંકડામાં વરસાદ 100 ટકાથી વધુ થયો હોય પરંતુ ડેમ ભરાયા હોય તેવો વરસાદ થયો નથી. રાજ્યના સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારમાં ધોધમાર વરસાદ ઓછો જોવા મળી રહ્યો છે. 3 વર્ષથી મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નર્મદા સહિતના ડેમ ભરાય છે. તેજ રીતે મહારાષ્ટ્રમાં વરસાદથી દક્ષિણ ગુજરાતના ડેમ ભરાય છે. જ્યારે રાજસ્થાનમાં વરસાદથી ધરોઇ સહિતના ઉત્તર ગુજરાતના ડેમ ભરાય છે.

વરસાદની પેટર્ન બદલાતાં ખેડૂતોને આર્થિક માર
6 વર્ષમાં પડેલા વરસાદની સ્થિતિ જોતાં 3 વર્ષથી વરસાદની પેટર્ન બદલાઇ હોય તેમ છેક નવેમ્બર માસ સુધી વરસાદ પડે છે. આથી તેની સીધી અસર ખરીફ પાક ઉપર પડે છે. કેમ કે નવેમ્બર માસમાં પાક તૈયાર થઈ ગયો હોવાથી લેવાનો હોય છે. ત્યાં જ વરસાદ પડતાં ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો છિનાવાઈ જાય છે. જોકે વરસાદની પેટર્ન બદલાતાં રાજ્ય સરકારને પણ સરવે કરીને ખેડૂતોને નુકસાનનું વળતર આપવાથી સરકારની તિજોરી ઉપર પણ આર્થિક બોજ વધે છે.

અન્ય સમાચારો પણ છે...