તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેદ ખુલ્યો:રાજકોટનો આરોપી અખબારમાં નોકરીની જાહેરાતો આપી ઠગાઈ કરતો હોવાનું ત્રણ વર્ષે બહાર આવ્યું, કલોલના યુવાન સાથેની છેતરપિંડીં ભારે પડી

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ વર્ષ અગાઉ આપેલી જાહેરાતમાં કલોલનો યુવાન ફસાયો
  • 3300 રુપિયા ટ્રાન્ફર કરાવી નોકરી માટે ન બોલાવતાં યુવકે ઓનલાઈન સિટીઝન પોર્ટલ પર અરજી કરી

આશરે ત્રણ વર્ષ અગાઉ અખબારમાં કોમ્પ્યુટર ઓપરેટરો લેવાની લોભામણી જાહેરાત આપી ગાંધીનગરનાં કલોલના વડસરના યુવાનને સિલેક્શન લેટર મોકલી આપીને રૂ.3300 ઓનલાઇન એપ્લિકેશન મારફતે ટ્રાન્સ્ફર કરાવી ઠગાઈ કરનારો આરોપી રાજકોટનો હોવાનું બહાર આવતા સાંતેજ પોલીસ મથકમાં ગુનો નોંધાવવા પામ્યો છે.

ગાંધીનગર જિલ્લાનાં કલોલના વડસર શુભ ગ્રીયાં ટાટા હાઉસિંગનાં મકાન રહેતા મહેન્દ્ર સોલંકીએ ગત. તા. 21મી જુલાઈ 2019નાં રોજ અખબારમાં જાહેરાત વાંચી હતી. જે જાહેરાતમાં જણાવેલું કે, ગુજરાતના દરેક તાલુકામાં 45 કોમ્પ્યુટર ઓપરેટરની ભરતી કરવાની છે. જેમાં ઉમેદવારને માસિક પગાર રૂ. 16 હજાર 500 તેમજ લાયકાત ધોરણ 10/12 પાસ હોય તેવા ઈચ્છુક ઉમેદવારે નીચે આપેલા ઈમેલ એડ્રેસ પર બાયોડેટા મોકલી આપવા નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આવી લોભામણી જાહેરાત વાંચીને મહેન્દ્ર લાલચમાં આવી ગયો હતો અને નોકરીની પણ જરૂરિયાત હોવાથી તેણે પોતાનો બાયોડેટા royalinfosys5@gmail.Com પર મોકલી આપ્યો હતો. ત્યારબાદ રોયલ ઈન્ફોસીસ તરફથી મહેન્દ્રને સિલેક્શન લેટર તેમજ એગ્રીમેન્ટ ઈમેલ મારફતે મોકલી આપવામાં આવ્યો હતો. જેનાં કારણે મહેન્દ્રએ તા. . 24/07/2019 નાં રોજ મહેન્દ્રએ એગ્રીમેન્ટ ભરીને પરત ઈમેલ મોકલી આપ્યો હતો. જેમાં પોતાનો બાયોડેટા તેમજ આધાર કાર્ડ, બેંન્ક એકાઉન્ટની પણ વિગતો મોકલી આપી હતી.

ત્યારબાદ એગ્રીમેન્ટની શરત મુજબ મહેન્દ્રે ઓનલાઇન એપ્લિકેશન મારફતે મોબાઇલ નંબર 96380 15534 ઉપર રૂ. 3300 ટ્રાન્સ્ફર કરી દીધા હતા. જેની પાવતીનો ફોટો પાડીને પાછો રોયલ ઈન્ફોસીસ ઈમેલ પર મોકલી આપ્યો હતો. ત્યારે ઘણા દિવસો થવા છતાં કંપની તરફથી કોઈ પ્રત્યુત્તર ન મળવાથી મહેન્દ્રને છેતરાયાં હોવાનો અહેસાસ થયો હતો અને તેણે ઓનલાઈન સિટીઝન પોર્ટલ પર અરજી કરી હતી. જે અન્વયે ઉપરોક્ત જાહેરાત રાજકોટ કાલાવાડ રોડ આલાપ સેનચૂરી બી /128માં વિપુલ જયંતિભાઈ બોરસણીયાંએ આપી હોવાનું બહાર આવ્યું હતું. જેનાં પગલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...