આંદોલનના પગલે એલર્ટ:ગુજરાતના એસટી નિગમના ત્રણ યુનિયનોએ 21મીથી માસ સીએલ પર જવાની ચીમકી આપી, દરેક ડેપોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવા એસટી વિભાગનો આદેશ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેપો મેનેજરોને સંબંધિત પોલીસ મથકમાં બંદોબસ્ત મેળવવા વિભાગ દ્વારા પત્ર લખી આદેશ અપાયો

ગુજરાત વાહન વ્યવહાર વિભાગના કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઇને આંદોલનાત્મક કાર્યક્રમોની શરૂઆત કરી છે. જે અન્વયે તા. 21મીથી એસ.ટી.ના ત્રણેય યુનિયનોએ માસ સી.એલ પર જવાની ચીમકી આપી છે. ત્યારે મુસાફરો રઝળી પડે અને બસ સ્ટેશનો પર ભાંગફોડ થવાની દહેશત વર્તાય તેમ હોવાથી વિભાગીય નિયામક દ્વારા તમામ અધિકારીઓની રજાઓ કેન્સલ કરી દઈ ડેપો મેનેજરોને સંબંધિત પોલીસ મથક માંથી બંદોબસ્ત મેળવવા સહિતની વ્યવસ્થા ગોઠવવા આદેશો આપી દેવામાં આવ્યા છે.

એસટી નિગમના મુખ્ય ત્રણ કર્મચારી સંગઠનો એટલે કે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કસ ફેડરેશન, ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળ તથા ગુજરાત એસટી મજદૂર મહાસંઘ તરફથી પોતાની 20 જેટલી માંગને લઇને આગામી દિવસોમાં અલગ અલગ કાર્યક્રમો થકી વિરોધ કરવામાં આવી રહ્યો છે. કર્મચારીઓ 21 મી તારીખે માસ સીએલ પર જવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

એસટીના ત્રણેય સંગઠનો દ્વારા હાલ વિવિધ સરકારી કર્મચારીઓને ફિક્સ પગાર અંતર્ગત 19 હજાર 950 ચૂકવવામાં આવે છે, જેની સામે એસ.ટી.ના કર્મચારીઓના ફિક્સ પગારમાં 16 હજાર પગાર ચૂકવવામાં આવે છે, જે એકસમાન કરવામાં આવે. આ સિવાય નિગમના નિવૃત્ત થતા કર્મચારીઓને 240 રજાનું રોકડમાં રૂપાંતર, એસટી અને કંડકટરના નાઈટ એલાઉન્સમાં હાલ માત્ર 10 રૂપિયા આપવામાં આવે છે, જે વધારીને 150 રૂપિયા કરવામાં આવે તેવી નિગમ માંગ કરવામાં આવી રહી છે. આ સિવાય લેબર વિભાગ સાથે થયેલ કરાર પ્રમાણે મોંઘવારી ભથ્થામાં 5% ટકાનો વધારો કરવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવી છે.

જેનો નિવેડો નહીં આવતાં રાજય એસ.ટી કર્મચારીઓ 21 મીએ માસ સીએલ પર જવાના છે. ત્યારે અમદાવાદ વિભાગીય નિયામક દ્વારા ડેપો મેનેજરોને પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં કહેવાયું છે કે, આંદોલનના પગલે ડેપો મેનેજરોએ હેડ કવાર્ટર છોડવું નહીં. આ સમય ગાળા દરમિયાન જે કોઈ અધિકારીઓની કેન્સલ કરી તાકીદે હેડ કવાર્ટર ખાતે હાજર થવાના પણ આદેશો અપાયા છે.

વધુમાં માસ સી.એલ ના કારણે બસ સંચાલન બંધ થાય, મુસાફરો અટવાઈ પડે તેમજ એસ.ટી સ્ટેશનો પર ભાંગફોડ થવાની પણ શક્યતા વ્યક્ત કરી વિભાગીય નિયામક દ્વારા તમામ ડેપો મેનેજરોએ સંલગ્ન પોલીસ મથકમાંથી લેખિત જાણ કરી પૂરતો પોલીસ બંદોબસ્ત મેળવી લેવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...