તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેદ ઉકેલાયો:ગુજરાતમાં બાઈક ચોરીના 15 ગુના આચરી તરખાટ મચાવતાં ત્રણ ચોર ઝડપાયા, ચોરીના 26 બાઈક રિકવર કરવામાં આવ્યા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં બાઈક ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો
  • લોકલ ક્રાઇમ બ્રાંચે ચોરીના બાઈક સાથે કલોલથી ઝડપી લીધા

ગુજરાતના વિવિધ શહેરોમાં બાઈક ચોરીના 15 ગુના આચરીને તરખાટ મચાવનાર રાજસ્થાનના ત્રણ રીઢા ચોરને કલોલ ખાતેથી પૂર્વ બાતમીના આધારે ઝડપી લઈ કુલ રૂ. 5.20 લાખની કિંમતના 26બાઈક રિકવર કરી ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા 15 ગુનાનો ભેદ ઉકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વાહન ચોરીના ગુન્હાઓ બનતા અટકાવવા તથા શોધી કાઢવા સારૂ ગાંધીનગર રેન્જ આઇજીપી અભય ચુડાસમા તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સુચનાનાં પગલે એલસીબી પીઆઈ જે.જી વાઘેલાએ તાબાના અધિકારી તથા માણસોને જીલ્લા વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ તથા વાહન ચેકીંગ હાથ ઘરી ગુન્હાહિત પ્રવૃતિઓ પર અંકુશ મેળવવાં આદેશો આપવામાં આવ્યા હતા.

કલોલ થઈ રાજસ્થાન પહોંચે તે પહેલાં જ ઝડપી લેવામાં આવ્યા

જે અન્વયે એલસીબીના સબ ઈન્સ્પેક્ટર વાય.વાય.ચૌહાણ, ડી.એસ રાઓલ સહિતના સ્ટાફના માણસો કલોલ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી સઘન વાહન ચેકીંગ કરી રહ્યા હતા. તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ લતીફખાન મહેમુદખાન તથા જમાદાર રાજવીરસિંહ અત્તરસિંહને સયુકત ચોક્કસ બાતમી રાહે હકિકત મળેલ કે, રાજસ્થાન ઝાલોર જીલ્લાના બડગાવ ગામના હરેશ સતરારામભીલ તથા અમરતા જવાનજી ભીલ અને પ્રવિણ શતનાજી ભીલ ગુજરાતમા જુદી-જુદી જગ્યાએથી મોટર સાયકલોની ચોરીઓ કરી રાજસ્થાનમા લઇ જઇ વેચી દે છે. અને આજરોજ હરેશ સતરારામ ભીલ તથા અમરત જવાનજી ભીલ અમદાવાદથી બે ચોરીના મોટર સાયકલો લઇ નિકળે છે જે કલોલ હાઇવે થઇ રાજસ્થાન તરફ જનાર છે.

જેનાં પગલે એલસીબી ટીમ દવારા કલોલ સિંદબાદ હોટલ સામે આવેલ રોડ પર વાહનોની વોચ રાખી હરેશ સતરારામ ભીલ (રહે.ગારવાયા, બડગાવ જી.ઝાલોર રાજસ્થાન) તેમજ અમરત જવાનજી ભીલ (રહે.ગારવાયા, બડગાવ જી.ઝાલોર રાજસ્થાન) ને ચોરીના બાઈક સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

રાજસ્થાનનાં ચોર ગુજરાતમાં ચોરી કરતા હતા

આ અંગે એલસીબી પીઆઈ જે જી વાઘેલાએ જણાવ્યું હતું કે, ઉક્ત ઈસમોએ પોતાના ગામના અન્ય એક મિત્ર પ્રવિણ સતનાજી ભીલ સાથે મળી ગુજરાત રાજયની જુદી જુદી જગ્યાથી બાઈકની ચોરી કરી રાજસ્થાન લઇ જતા હોવાની ચોકાવનારી કબુલાત કરી છે. જેમની પૂછતાંછ કરતાં ત્રણેયે સાથે મળી અમદાવાદ, પાલનપુર, મહેસાણા, સિધ્ધપુર તેમજ ઉંજા તેમજ અન્ય સ્થળોએથી છેલ્લા ત્રણેક માસ દરમ્યાન સંખ્યા બંધ મોટર સાયકલોની ચોરી કરેલ કરી છે.

આ બે ઈસમોએ ઉપરોકત બંને મોટર સાયકલ અમદાવાદ શહેરના ચાંદખેડા તથા વાસણા વિસ્તારમાંથી ચોરી કર્યા ઉપરાંત અન્ય 24 મોટર સાયકલો ચોરીને રાજસ્થાન ખાતે રહેતા પોતાના સાગરીત પ્રવિણકુમાર સતનાજી ભીલ (રહે. મામાકોલોની બડગાવ તા.રાણીવાડા જી. ઝાલોર રાજસ્થાન) ને વેચવા માટે આપ્યા હતા.

ચોરીના બાઈક લોડીંગ ટ્રકમાં ભરી રાજસ્થાનથી એલસીબી કચેરી લવાયા

જેનાં પગલે પ્રવિણકુમાર સતનાજી ભીલને પણ પકડી લઈ ચોરીના બાઈક લોડીંગ ટ્રકમાં ભરી રાજસ્થાનથી એલસીબી કચેરી ખાતે લાવવામાં આવ્યા છે. આ બાઇક બાબતે રેકર્ડ ઉપર ખાતરી કરતા રૂ.5.20 લાખ ની કિંમતના મોટર સાયકલ ચાંદખેડા, વાસણા, પાલનપુર, મહેસાણા, પાટણ, સિધ્ધપુરના સ્થળોએથી ચોર્યા હોવાનું ખુલવા પામ્યું છે.

મોટર સાયકલોની ચોરીઓ કરી રાજસ્થાનમા વેચી દેતા હતા

ઉપરોકત આરોપીઓ ગુજરાત રાજયના અલગ અલગ જીલ્લામાં ભીડભાડ વાળી જગ્યાએ કોઇ ની નજર ના પડે તે રીતે મોટર સાયકલોના લોક ખોલી તેની ચોરી કરતા અને ચોરી કરેલ મોટર સાયકલ તેના અન્ય સાગરીત પ્રવિણકુમારનો સંપર્ક કરી રાજસ્થાનના જુદા જુદા આંતરીયાળ ગામોમાં સસ્તા ભાવે ખાતે વેચી દેતા હતા.

અન્ય સમાચારો પણ છે...