બાઈક ગેંગનો તરખાટ યથાવત:ભાટ એપોલો સર્કલ નજીક ઈકો કારનો કાચ તોડી છરી બતાવી ત્રણ લૂંટારુ મોબાઇલ ઝુંટવી બાઈક ઉપર ફરાર

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દૂધ વિતરણનું પીકઅપ ડાલું બંધ થઈ જતાં સાળો બનેવી ઈકો કારમાં બેસી રખેવાળી કરતા હતા

ગાંધીનગરના ભાટ એપોલો સર્કલથી ટોલ ટેક્ષ રોડ ઉપર ગઈકાલે દૂધ વિતરણનું પીકઅપ ડાલું બંધ થઈ જતાં ઈકો કારમાં બેસી ડાલાની રખેવાળી કરતાં સાળા બનેવીને મધરાતે ત્રણ બાઈક ઉપર આવેલી ગેંગે કારના કાચ તોડી છરો બતાવી મોબાઇલ ફોન ઝુંટવી લઈ અંધારામાં અલોપ થઈ ગઈ હતી. આ અંગે ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સાળો બનેવી પણ એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડીનો ભોગ બન્યા
ગાંધીનગરના અડાલજ કલોલ હાઇવે રોડ ઉપર ગત મોડી રાત્રે બાઈક ઉપર આવેલ ધાડપાડુ ગેંગે છરાની અણીએ બે યુવાનો પાસેથી રોકડ રકમ અને મોબાઈલ લુંટી લીધા હતા. ત્યારે ઈન્ફોસિટી પોલીસ મથકની હદમાં પણ ભાટ એપોલો સર્કલથી ટોલ ટેક્સ તરફનાં હાઇવે ઉપર સાળો બનેવી પણ આજ પ્રકારની મોડસ ઓપરેન્ડીનો ભોગ બન્યા હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

નાના ચિલોડા બાજુ દુધનો સપ્લાય કરવા નિકળ્યો હતો
ગાંધીનગરના વલાદ ગામે રહેતો સુહાગ રાજેશભાઈ પટેલ દુધ વિતરણની બહુચર દયા મીલ્ક સપ્લાયર્સ નામની એજન્સી ચલાવે છે. આ ધંધા અર્થે ભાટ ખાતે આવેલ અમુલ ડેરીમાંથી બોલેરો પીકઅપ ડાલું સુહાગને આપવામાં આવ્યું છે. આ ડાલામાં દૂધ લઈને ડ્રાઇવર સંજયભાઈ રાવળ નાના ચિલોડા બાજુ દુધનો સપ્લાય કરવા નિકળ્યો હતો.

ડાલું બંધ થતાં ઈકો ગાડીમાં થોડા દુધના કેરેટ મૂકીને દૂધ વિતરણ કર્યું
તે વખતે બપોરના સમયે અપોલો સર્કલથી ભાટ ટોલટેક્ષ રોડ ઉપર બંધ થઈ ગયું હતું. જેથી સુહાગે ફોરમેનને બોલાવી પીકઅપ ડાલુ રીપેર કરાવ્યું હતું. પણ રાત્રે મોડા સુધી ડાલુ રીપેર થયું ન હતું. જેનાં કારણે અમારું પીકઅપ ડાલુ રોડની સાઈડમાં મુકીને સુહાગે તેની ઈકો ગાડીમાં થોડા દુધના કેરેટ મૂકીને દૂધ વિતરણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...