ચૂંટણી ખર્ચ:પ્રચારનો ખર્ચ કાઢવા ત્રણે રાજકીય પક્ષે ઉમેદવારોને રૂ.125 કરોડ આપ્યા

ગાંધીનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ભાજપે 25, આપ-કોંગ્રેસે 20-20 લાખ આપ્યા

વિધાનસભા ચૂંટણીમાં હાલ બંને તબક્કામાં પ્રચાર જોર શોરથી ધમધમી રહ્યો છે ત્યારે જીતવા માટે તમામ ઉમેદવારોએ નાણાંની કોથળી ખુલ્લી મૂકી દીધી છે. ઉમેદવારોને આર્થિક ટેકો કરવા ત્રણેય મુખ્ય પાર્ટીઓએ ઉમેદવારના ખાતામાં ફંડ જમા કરાવી દીધું છે.

ભાજપે પોતાના ઉમેદવારોના ખાતામાં આરટીજીએસથી 25 લાખ રૂપિયા જમા કરાવ્યા છે જ્યારે આપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોને 20-20 લાખ રૂપિયા આપ્યા છે. ચૂંટણી પંચના નિયમો મુજબ ઉમેદવારો મહત્તમ 40 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકે છે. આપ અને કોંગ્રેસે મહત્તમ ખર્ચ મર્યાદાના 50 ટકા જેટલી રકમ ઉમેદવારોને આપી છે જ્યારે ભાજપે 62.5 ટકા જેટલી રકમ પોતાના ઉમેદવારોના ચૂંટણી ખાતામાં જમા કરાવી દીધી છે. ભાજપે કેટલાક ઉમેદવારોને 35 લાખ સુધીનું ફંડ આપ્યું છે. આ રીતે જોઇએ તો ભાજપે પોતાના 182 ઉમેદવારોને કુલ 45.50 કરોડ, આપે 36.20 કરોડ અને કોંગ્રેસે કુલ 36.40 કરોડ આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...