મુસાફરોને રિક્ષામાં બેસાડી મોબાઇલ ફોનની લૂંટ કરીને વેચવા માટે ફરતાં ત્રણ ઈસમોને લોકલ ક્રાઇમની ટીમે કલોલ સિંદબાદ હોટલથી પૂર્વ બાતમીના આધારે સીએનજી રિક્ષા સાથે ઝડપી લીધા છે. પોલીસે જેમની પાસેથી 10 મોબાઇલ, રિક્ષા તેમજ એક હોમ થિયેટર મળીને કુલ. 79 હજાર 500 નો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગરમાં ગંભીર ગુનાહિત પ્રવૃતિઓ સબબ નોંધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડવા જિલ્લા પોલીસ વડાએ આપેલી સૂચનાના પગલે એલસીબી પીઆઈ એચ પી ઝાલાની ટીમના પીએસઆઇ ડી એસ રાઓલ સ્ટાફના માણસો સાથે કલોલ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા.
એ દરમિયાન બાતમી મળી હતી કે, મુસાફરોને રિક્ષામાં બેસાડી મોબાઈલની લૂંટનાં ગુના આચરનાર ત્રણ ઈસમો સિંદબાદ હોટલ વિસ્તારમાં રીક્ષા સાથે મોબાઇલ વેચવા માટે ફરી રહ્યા છે. જેનાં પગલે એસીબીના ટીમે વોચ ગોઠવીને હિતેશ રમેશભાઈ વાઘેલા (વણકર વાસ, કલોલ) શાહીલ તુલસીદાસ શ્રીમાળી (રહે. જોટાણા મારુતિ નંદન સોસાયટી મૂળ કલોલ) અને વિજય ઉર્ફે દદુ ભલાભાઈ રાવળ (પ્લોટ. 46,રેલ્વે પૂર્વ, કલોલ) ને ઝડપી લેવાયા હતા.
આ ત્રણેય ઈસમો પાસેથી 12 મોબાઇલ ફોન તેમજ એક હોમ થિયેટર મળી આવ્યા હતા. જેમની કડકાઈથી પૂછતાંછ હાથ ધરવામાં આવતા મુસાફરોને રિક્ષામાં બેસાડી તેઓ મોબાઈલ લુંટી લેતા હોવાની સાથે કલોલની કે. આઈ. આર. સી કોલેજ પાસેની એક સોસાયટીની દુકાનનું શટર અડધું ખુલ્લું જોવા મળતા મોકો જોઈને હોમ થિયેટર ઉઠાવી લીધાની પણ કબૂલાત કરી હતી. જેનાં પગલે એલસીબીએ મોબાઇલ ફોન, રીક્ષા તેમજ હોમ થિયેટર મળીને 79 હજાર 500નો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.