તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ઈન્ફોસિટી પોલીસ મથકની હદમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ દારૂ પીને ફરતાં ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પ્રોહી ડ્રાઈવ અંતર્ગત ત્રણ દારૂડીયા પીધેલી હાલતમાં ઝડપાયા

ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ મથકની હદમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ દારૂ પીને રાજાપાઠમાં ફરતાં ત્રણ ઈસમોને ઝડપી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગાંધીનગરમાં ચાલી રહેલી પ્રોહી ડ્રાઈવ અંતર્ગત પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ઈન્ફોસિટી પોલીસ મથકની હદ વિસ્તારમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ દારૂ પીને રાજાપાઠમાં ફરી રહેલા ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં લોકરક્ષક શાહરૂખ લુહાર પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન pdpu ચાર રસ્તા પાસે એક ઈસમ લથડિયાં ખાતો ખાતો જઈ રહ્યો હતો. જેથી લોકરક્ષક શાહરૂખભાઈએ તેને ઝડપી લઇ તેનું નામઠામ પૂછતાં તેણે પોતાનું નામ મહેશજી પોપટજી દરબાર( ઉ. 28 રહે શિવાલય કોંક્રીટ પ્લાન્ટ જુના કોબા) હોવાનું જણાવ્યું હતું. જે દારૂ પીધેલો હોવાથી તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

જ્યારે રિલાયન્સ ચાર રસ્તા પાસે કે રાહેજા રોડ પરથી પણ એક ઈસમ ચિક્કાર દારૂ પીને ફરી રહ્યો હોવાની હકીકત મળતાં પોલીસ દોડી ગઈ હતી અને પુરખારામ અન્નારામ ડૂંડી (ઉ વ 31,રહે રાધે સ્કવેર, ભાઈજી પૂરા પાટીયા)ને પકડી લીધો હતો. જેની પોલીસ કડકાઈથી પૂછતાંછ કરતાં તે દારૂનાં નશામાં સરખી રીતે બોલી પણ શકતો ન હતો. અને તોતડી ભાષામાં મૂળ રાજસ્થાનના પાંચોડી ગામનો હોવાની હકીકત જણાવી હતી.

જ્યારે અન્ય એક બનાવમાં જમાદાર પોપટસિંહ સરિતા ઉદ્યાન વિસ્તારમાં વાહન ચેકીંગ કરી રહ્યા હતા તે દરમિયાન એક બાઈક સવાર પોતાનું બાઇક (નંબર GJ-18-CL-8717) વાંકુચુકી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો. જેથી પોલીસે તેને અટકાવી બાઈક ઊભું રખાવી દીધું હતું. જે પ્રથમ દૃષ્ટિએ જ ચિક્કાર દારૂ પીને ફરતો હોવાનું જણાઈ આવ્યું હતું. જેના પગલે 39 વર્ષીય માનવ સુફલચંદ ઘોષ (રહે શાંતિ પાર્ક સોસાયટી, નરોડા)ની ધરપકડ કરી 10 હજારની કિંમતનું બાઇક કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો