ફોટોગ્રાફરોમાં ભારે ઉત્સાહ:ગાંધીનગરના હેલીપેડ ખાતે ત્રિદિવસીય ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફોટો-વીડિયો ટ્રેડ ફેરનો પ્રારંભ, CGPTIAની વેબસાઇટ લૉન્ચ કરાઈ

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચેરિટેબલ ગ્રુપ ઑફ ફોટોગ્રાફિક ટ્રેડ એન્ડ ઇન્સસ્ટ્રી એસોસિએશન (CGPTIA) દ્વારા આયોજિત ત્રિદિવસીય ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફોટો-વીડિયો ટ્રેડ ફેરનો આજે ગાંધીનગર હેલીપેડ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે. 25મી સપ્ટેમ્બર સુધી ચાલનારા ટ્રેડ ફેરમાં 25 હજાર જેટલા ફોટોગ્રાફર મુલાકાત કરે તેવી પણ સંભાવના છે. આ પ્રસંગે વેબ સાઇટ પણ લોન્ચ કરવામાં આવી હતી.

આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યાં
ગાંધીનગર સ્થિત હેલિપેડ ગ્રાઉન્ડ 23-24-25 સપ્ટેમ્બર દરમિયાન ભવ્ય ટ્રેડ ફેર યોજાઇ રહ્યો છે,જેમાં મુખ્ય અતિથી તરીકે ફુજીફિલ્મ ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર કોજી વાડા અને અતિથી વિશેષ તરીકે ઇલેક્ટ્રોનિક ઇમેજિંગ, ઓપ્ટિકલ ડિવાઇસ એન્ડ ઇન્સ્ટાક્સ ડિવિઝનના જનરલ મેનેજર અરૂણ બાબુ સહિતના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતા.

તાલિમ, વેલ્ફેર સહિતની પ્રવૃતિઓનું આયોજન
ઉલ્લેખનીય છે કે ચેરિટેબલ ગ્રુપ ઑફ ફોટોગ્રાફિક ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી એસોસિએશન(CGPTIA)ની રચના ગુજરાતમાં કામ કરતા ફોટોગ્રાફી સંબંધિત પ્રોડક્ટ્સ અને સર્વિસિસ આપતા વેપારીઓ, વિતરકો, આયાતકારો અને ઉત્પાદકો દ્વારા કરવામાં આવી છે. સીજીપીટીઆઈએ ફોટોગ્રાફર્સ માટે એક્ઝિબિશન, શિક્ષણ અને તાલિમ, વેલ્ફેર સહિતની પ્રવૃતિઓનું આયોજન કરતી રહે છે. અને વર્ષ 2011થી નિરંતર ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફોટો વીડિયો ટ્રેડ ફેરનું આયોજન કરી રહ્યું છે.

આ વર્ષે પ્રદર્શનની 10મી આવૃત્તિ​​​​​​​
​​​​​​​ચેરિટેબલ ગ્રુપ ઑફ ફોટોગ્રાફિક ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફોટો વીડિયો ટ્રેડ ફેરનું આયોજન કરવા પાછળનો હેતુ ફોટોગ્રાફરર્સને પ્રોડક્ટ્સ અને સર્વિસિસ સાથે અવગત કરવા અનેતેમને ઉદ્યોગના નવા જ્ઞાન સાથે અપડેટ કરવા માટેનો રહેલો છે. એસોસિએશન દ્વારા દર વર્ષે ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફોટો વીડિયો ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પ્રદર્શનની 10મી આવૃત્તિ હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે 23-24-25 સપ્ટેમ્બર દરમિયાન આયોજિત થઇ રહી છે. આ ટ્રેડ ફેરને સફળત્તમ બનાવવા માટે વધુને વધુને લોકો આ એક્ઝિબિશનની મુલાકાત લે તે માટે આહ્વાન કરવામાં આવ્યું છે.

ફોટોગ્રાફરોમાં ભારે ઉત્સાહ
આ એક્ઝિબિશનમાં નિકોન, ફુજીફિલ્મ, સોની, પેનાસોનિક અને અન્ય જેવી તમામ મોટી કંપનીઓ પ્રદર્શનમાં ભાગ લઇ રહ્યાં છે. જેથી એસોસિએશન પહેલેથી જ 200+ એક્ઝિબિટર્સ ધરાવે છે અને દેશભરમાંથી 25 હજાર જેટલા ફોટોગ્રાફરો એક્ઝિબિશનની મુલાકાત લેશે તેવી અપેક્ષા છે. છેલ્લા 2 વર્ષમાં કોવિડના કારણે આટલા મોટા પાયે ટ્રેડ ફેરનું આયોજન થઈ ન શક્યું હોવાથી એક્ઝિબિશનને લઈને ફોટોગ્રાફરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...