તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરો ત્રાટક્યા:ઉવારસદમાં ગ્રામ ઉદ્યોગ સેવા સંસ્થાનનાં ગોડાઉનમાંથી ત્રણ એર કન્ડિશનરની ચોરી થઇ

ગાંધીનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોડાઉનનાં તાળા તોડીને તસ્કરો રૂ.60 હજારની કિંમતના એર કન્ડિશનર ચોરીને ફરાર થયા

ગાંધીનગરનાં ઉવારસદમાં આવેલા ગ્રામ ઉદ્યોગ સેવા સંસ્થાના ગોડાઉનનાં તાળા તોડીને તસ્કરો રૂ.60 હજારની કિંમતના એર કન્ડિશનર ચોરીને ફરાર થઈ જતાં અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ત્રણ એર કન્ડિશનર લાવીને પોતાના ગોડાઉનમાં મૂક્યા

અડાલજના દેવ નંદન પરિસર વિભાગ - 1માં રહેતા દુર્ગા પ્રસાદ ગુપ્તા ઉવારસદ પશુ દવાખાના પાસે ગ્રામ ઉદ્યોગ સેવા સંસ્થાન નામની વોશિંગ મશીન પાઉડર બનાવવા સહિત જુદી જુદી વસ્તુની ડિસ્ટ્રિબ્યુશર ચલાવી રહ્યાં છે. તેઓ અગાઉ ઉવારસદ વૃંદાવન બંગલોમાં ભાડે રહેતા હતા. બાદમાં તેમણે બંગલો ખાલી કરી દેતા તેમાંથી ત્રણ એર કન્ડિશનર લાવીને પોતાના ગોડાઉનમાં મૂક્યા હતા. ગત તા. 5 મી જુનના રોજ બપોરના ત્રણ વાગ્યાના અરસામાં ગોડાઉન બંધ કરીને દુર્ગાપ્રસાદ ઘરે ગયા હતા. બીજા દિવસે સંસ્થામાં રવિવારની રજા હોવાથી તેઓ તા. 7 મી જુનના રોજ પોતાની સંસ્થાન પર ગયા હતા.

ત્રણેય એર કન્ડિશનર કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરીને નાસી ગયા

જ્યાં ગોડાઉનનાં લોખંડના દરવાજાનું તાળુ તૂટેલું જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા. જેમણે અંદર પ્રવેશી ગોડાઉનમાં તપાસ કરતા સર સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. ત્યારે માલુમ પડયું હતું કે ગોડાઉનમાંથી ત્રણેય એર કન્ડિશનર કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરીને નાસી ગયા છે. આ અંગે દુર્ગા પ્રસાદે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...