ગુજરાતમાં આતંકવાદી હુમલો કરવાની ધમકી:પોલીસ એલર્ટ; સાયબર ક્રાઇમ માટે હેલ્પ લાઇન નં.1930 જાહેર કરાયો

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં આતંકવાદી હુમલા કરવાની ધમકીઓ આતંકવાદી સંગઠન દ્વારા આપવામાં આ‌વી હતી. આ ધમકીના પગલે ગુજરાત પોલીસને એલર્ટ આપવામાં આવ્યું હોવાનું ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજ કુમારે જણાવ્યું હતું. ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિર્વસિટી ખાતે યોજાયેલા “સાયબર સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા” સેમીનારમાં સંબોધન કરતા રાજ કુમારે સાયબર વોરફેરની સમસ્યાનો સામનો કરવા માટે ગુજરાત સજજ હોવાની ખાતરી આપી હતી.

વૈશ્વિક સમસ્યાનો સામનો કરવા માટે ગુજરાત પણ સજ્જ
ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજ કુમારે કહ્યું હતું કે, છેલ્લા 20 થી 25 વર્ષમાં ડિજિટલ ઈકોનોમીની શરૂઆત થઇ છે. જેમાં ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી ડિજિટલ ઈકોનોમી હોવાથી સ્વાભાવિક રીતે ડિજિટલ ક્રાઈમ થવાની શક્યતાઓ વધતી હોય છે ત્યારે સાયબર વોરફેરની આ વૈશ્વિક સમસ્યાનો સામનો કરવા માટે ગુજરાત પણ સજ્જ છે.

સાયબર ક્રાઈમ સેલમાં હાલમાં ૧૨૦૦ જેટલા અધિકારી-કર્મચારીઓ કાર્યરત
રાજ કુમારે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના તમામ સાયબર ક્રાઈમ સેલમાં હાલમાં ૧૨૦૦ જેટલા અધિકારી-કર્મચારીઓ કાર્યરત છે. આ ઉપરાંત સાયબર વોલન્ટીયર યોજના થકી વધુમાં વધુ સાયબર વોલન્ટીયર્સને જોડીને આ ટીમને એક લાખ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. સાયબર વોલન્ટીયર્સ સાયબર સુરક્ષામાં ફોર્સ મલ્ટીપ્લાયર સાબિત થઇ રહ્યા છે, જે સમાજ વચ્ચે રહીને સાયબર ક્રાઈમ વિશે લોકોને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...