તપાસ:કોટેશ્વર ગામમાં જમીન બાબતે ચોકીદારને મારી નાખવા ધમકી

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમીનમાં ગેરકાયદે પ્રવેશનારા 15 આરોપીને સજા કરવા એસપી, ગૃહમંત્રી સમક્ષ કરાયેલી રજૂઆત

પાટનગરમા જમીનોના ભાવ આસમાને પહોંચતા જમીન સાથેની ફરિયાદોમા વધારો થઇ રહ્યો છે. ત્યારે શહેરના છેવાડે આવેલા કોટેશ્વર ગામમા આવેલી ખેડૂતની જમીનમા ગેરકાયદે 15થી 20 લોકો ઘુસી ગયા હતા અને ચોકીદારને મારમાર્યો હતો, તેવી ખેડૂત દ્વારા ફરિયાદ કરાઈ છે. કેસમા 4 આરોપીઓને સજા કરાયે તે માટે એસપી, ગૃહમંત્રીને લેખિત રજૂઆત કરી છે. મળતી માહિતી મુજબ ગોવિંદસિંહ પૃથ્વીસિંહ ચાવડા (રહે, કાઠા ગામ, કલોલ)એ રાજ્યના ગૃહમંત્રી, જિલ્લા પોલીસ વડા અને અડાલજ પોલીસ મથકના પીઆઇને લેખિત રજૂઆત સાથે આક્ષેપ કરતી અરજી કરી છે.

જેમા જણાવ્યુ છેકે, કોટેશ્વર ગામના જુના સર્વે નંબર 1,142 અને 146 અનુક્રમે નવા બ્લોક સર્વે નંબર 110,228, અને 233વાળી જમીન વેચાણથી રાખતા અમારી પાસે ભોગવટો છે. જે જમીન વર્ષ 2004-05થી ચોકીદાર રાખી ખેતી કરીએ છીએ. ગત 30 ડીસેમ્બરના રોજ 15થી 20 લોકોનુ ટોળુ આવ્યુ હતુ. તે ટોળાએ ચોકીદારને જાનથી મારી નાખવાની ધમકી આપતા કહ્યુ હતુ કે, જગ્યા ખાલી કરી દેજો અને કબ્જો અમને સોપી દેજો, કહીને ચોકીદારને ઢોર માર માર્યો હતો. તે ઉપરાંત સર્વે નંબર 146વાળી જમીનમા પણ ચોકી કરતા ચોકીદાર ઉપર હુમલો કરવામા આવ્યો હતો.

કહ્યુ હતુ કે, જમીનનો કબ્જો ખાલી ના કરો તો અમને હપ્તો આપવો પડશે. અમે મોટા તોડ કરીએ છીએ અને અમારા પાછળ રાજકીય આગેવાનોનુ પીઠબળ છે. અસામાજિક તત્વો દ્વારા ગામમા પણ દાદાગીરી કરવામા આવે છે. જ્યારે સરકારી જમીનમા ઓરડી બનાવી રાત્રિના સમયે દારૂ જુગારની મહેફિલ યોજવામા આવે છે. ત્યારે આક્ષેપ કરાયેલા ચાર આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામા આવે તેવી માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...