કાર્યવાહી:દહેગામના TDOને મારી નાખવાની ધમકી, TDO સામે પણ પોલીસ ફરિયાદ

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુડાસણના ગુડા આવાસમાં પાર્કિંગ બાબતે મિટિંગમાં માથાકૂટ થઈ હતી
  • કુડાસણ ગુડા આવાસમાં પાર્કિંગ બાબતે મિટિંગમાં માથાકૂટ બાદ સામ-સામે 6

કુડાડસણમાં ગુડા આવાસ એવા શ્યામાપ્રસાદ મુખર્જી નગર સોસાયટી ખાતે પાર્કિંગ બાબાતે સોસાયટીની મિટિંગમાં માથાકૂટ થતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જેમાં દહેગામ તાલુકા વિકાસ અધિકારી સહિત સામસામે કુલ 6 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગુરૂવારે મોડી રાત્રે ઈન્ફોસિટી પોલીસે બંને પક્ષને ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

સોસાયટીમાં K-1004 ખાતે રહેતાં કિરીટભાઈ ચૌધરી દહેગામ ટીડીઓ તરીકે ફરજ બજાવે છે. તેઓ દ્વારા ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ સોસાયટીમાં રાત્રીના સમયે આડેધડ પાર્કિંગ થતું હોવાથી રાત્રીના સમયે મુશ્કેલી સર્જાય છે.

જે મુદ્દે સોસાયટીના સભ્યો ગુરૂવારે રાત્રે 10 વાગ્યે ભેગા થઈ ચર્ચા કરતાં હતા. જેમાં યોગ્ય પાર્કિંગ કરવા અને મોડી રાત્રે સોસાયોટીનો ગેટ ખુલ્લો ન રાખવાના નિયમો જળવાય તેવી ચર્ચાઓ ચાલતી હતી. આ સમયે સોસાયટીમાં K-503 ખાતે રહેતો અંકિત હરીશભાઈ ચૌધરી આવ્યો હતો, જેણે ‘મારે વહેલી સવારે જવાનું હોય હું ગેટ ખુલ્લો રાખીશ’ કહેતાં સભ્યો તેને સમજાવતા હતા. આ સમયે અંકિત ઉશ્કેરાઈને જોરજોરથી બોલવા લાગ્યો હતો, જેને પગલે સોસાયટીના સભ્યો તેને સમજાવવા લાગ્યા હતા.

આ માથાકૂટ સમયે K-501 ખાતે રહેતો અનિલ ચૌધરી, તેનો સાળો અને સાઢુ ત્રણેય આવ્યા હતા. જેમાં અનિલે ‘હું સોસાયટીમાં રહું છું જ્યારે આવવું હોય જવું હોય જઈશ. તમે ગેટના તાળુ મારશો તો હું તોડી નાખીશ કહીં ગાળાગાળી કરી હતી. સોસાયટીમાં ખાતે ન રહેતાં અનિલના સાળા અને સાઢુએ પણ ગાળાગાળી કરી કિરીટભાઈને બહાર નીકળશો તો જીવતા નહીં રહેવા દઈએ કહીં ધમકીઓ આપી હોવાનો દાવો ફરિયાદમાં કરાયો છે.

ટીડીઓ દ્વારા મારી નાખવાની ધમકી મળી!
અનિલે પાડોશમાં રહેતાં અંકિતને પૂછતાં તેણે સોસાયટીવાળા રાત્રે 12 વાગ્યા પછી ગેટ ખૂલશે નહીં જેવા નિયમો બનાવતા હોવાનું કહ્યું હતું. અનિલે હાજર સભ્યોને નિયમો બતાવો આવા નિયમો કોણે બનાવયા પૂછતાં સામેવાળા ગાળાગાળી કરવા લાગ્યા હતા. જેઓએ અનિલને જોઈ લેવાની ધમકી આપી મારી નાખવાની ધમકી આપી હતી, આ સમયે તેઓનો દિકરો આવ્યો હતો તેને પણ ‘તને ગુજરાતમાં નહીં રહેવા દઉં કહીં ધમકી આપી હતી.’ જેને પગલે અનિલે ટીડીઓ કે. કે. ચૌધરી અને તેમના દિકરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...