તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:કોરોનાના દર્દીઓ માટે જિલ્લાની 16 પૈકી 13 એમ્બ્યુલન્સ દોડાવાશે

ગાંધીનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને કરવામાં આવેલુ આયોજન
 • દર્દીઓ માટે સુવિધા વધારવા આજે જિલ્લાને વધુ 6 108 એમ્બ્યુલન્સ ફાળવવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવાયો

વણસતી જતી કોરોનાની સ્થિતિને પગલે સંક્રમિતોનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં લઇ જવા જિલ્લાની કુલ 16 108 એમ્બ્યુલન્સમાંથી 13ને કોવિડના દર્દીઓ માટે દોડાવાશે. જ્યારે બાકીની ત્રણ એમ્બ્યુલન્સ અન્ય બનાવમાં દોડશે.

કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને જિલ્લાને વધુ 6 108 એમ્બ્યુલન્સ મંગળવારે ફાળવાશે. કોરોનામાં સપડાયેલી વ્યક્તિને સમયસર અને ઝડપી આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવાઓ હાલમાં કાર્યરત છે. પરંતુ હાલમાં કોરોનાના વધતા જતા કેસને પગલે કોરોનાના દર્દીઓને બે બે દિવસે પણ ઇમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સ નહી મળતી હોવાની ફરીયાદો ઉઠવા પામી છે.

જિલ્લાની કુલ 16 108 એમ્બ્યુલન્સમાંથી 13 એમ્બ્યુલન્સને કોરોનાના દર્દીઓ માટે જ દોડાવવામાં આવશે. તેમાં ઇન્ફોસીટી લોકેશનની બે, સેક્ટર-17, જિલ્લા પંચાયત, સેક્ટર-20, એક્ષરધામ, કલોલ, ઇફ્કો, ખાત્રજ, રખિયાલ, દહેગામ, બહિયલ, માણસા, મહુડી, સિવિલ હોસ્પિટલ ગાંધીનગર, સરગાસણની 108 એમ્બ્યુલન્સને કોવિડના દર્દીઓમાં દોડશે. જ્યારે અડાલજ, રાંધેજા અને ચિલોડાની 108 એમ્બ્યુલન્સ અન્ય દર્દીઓ માટે દોડશે તેમ ઇમરજન્સી સેવા 108ના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો