ચોરી:પ્રાંતિયા ADC બેંકમાં ચોરો ઘૂસ્યા, કંઈ મળ્યું નહીં

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિયાની અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકનું શટર તોડીને ચોરીનો પ્રયાસ થયો. - Divya Bhaskar
પ્રાંતિયાની અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકનું શટર તોડીને ચોરીનો પ્રયાસ થયો.
  • ડોક્યુમેન્ટની 2 તિજોરી ખોલી નાખી હતી: કેશની તિજોરી સલામત રહી
  • મળસ્કે 4 વાગે બેંકનું શટર તોડ્યું : સાઇરન વાગતા ચોરોનો ફેરો ફોગટ ગયો

ગાંધીનગરતાલુકાના પ્રાંતિયા ગામમા આવેલી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટીવ બેંકમા વહેલી સવારે ચોરીના ઇરાદે શટર તોડવામા આવ્યુ હતુ. જ્યારે બેંકનુ સાઇરન વાગતા તેની વડી કચેરીમાં ખબર પડી હતી. જેને લઇને મેનેજરે તેના કર્મચારી દ્વારા તપાસ કરાવતા શટર તોડવામા આવ્યુ હોવાનુ સામે આવતા ડભોડા પોલીસ મથકમા ફરિયાદ કરવામા આવતા કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

મળતી માહિતી મુજબ કંચનબેન રામાભાઇ પટેલ (રહે, નરોડા, અમદાવાદ) ગાંધીનગર તાલુકાના પ્રાંતિયા ગામમા આવેલી અમદાવાદ ડીસ્ટ્રીક્ટ બેંકમા મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમણે ડભોડા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી કે, ગત રોજ બુધવારે બેંકને નિયત સમય બાદ બંધ કરવામા આવી હતી. ત્યારબાદ તમામ કર્મચારીઓ ઘરે ગયા હતા. પરંતુ ગુરૂવારે વહેલી પરોઢીએ ચાર વાગ્યાના અરસામા બેંકની સિસ્ટમ દ્વારા તેમની ઉપર ફોન આવ્યો હતો અને તેમની બેંકમા સાઇરન વાગી રહ્યુ હોવાનુ કહ્યુ હતુ.

જેને લઇને બેંક મેનેજરે તેમની બ્રાન્ચના પટાવાળા જીતેન્દ્ર ઠાકોરને ફોન બેંકમા હાલની સ્થિતિ જોવાની માહિતી આપી હતી. ત્યારે તેમને બેંક પાસે રહેતા અન્ય ગામના નાગરિકને ફોન કરી માહિતી જાણવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે જોવા મળ્યુ હતુ કે, બેંકના વરંડાના ઝાપાનુ તાળુ તુટેલુ જોવા મળ્યુ હતુ. તેની સાથે બેંકના મુખ્ય દરવાજો જ્યાં જાળી લગાવેલી હતી, ત્યાંનુ તાળુ અને શટર તુટેલી હાલતમા જોવા મળતુ હતુ. તે ઉપરાંત ડોક્યુમેન્ટની બે તિજોરી ખોલી નાખવામા આવી હતી. જ્યારે કેશની તિજોરી જેતે સ્થિતિમા જોવા મળતી હતી, પરંતુ રોકડ રકમની ચોરી થઇ ન હતી. જેને લઇને અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રાંતિયા ગામમા બેંકનુ શટર તોડ્યા બાદ તસ્કરોને ખાલી હાથ ફરવુ પડયુ હતુ. ત્યારે ગામમા આવેલા મુળાભાઇ રામાભાઇ પટેલના મકાનનુ પણ તાળુ તોડવામા આવ્યુ હતુ. પરંતુ ત્યાંથી કેટલી ચોરી થઇ તેની માહિતી સામે આવી નથી.આ બનાવથી ચકચાર મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...