બદલીની જાણકારી:જિલ્લા આંતરિક બદલીમાં ઓનલાઇન ઓર્ડર જનરેટ થયા બાદ કેન્સલ થશે નહીં

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નોકરીને 3 વર્ષ થયાં હોય તે શિક્ષકો જ આંતરિક બદલીના ફોર્મ ભરી શકશે

જિલ્લા આંતરિક ઓનલાઇન બદલી કેમ્પમાં નોકરીને ત્રણ વર્ષ થયા હોય તેવા જ શિક્ષકો જ ઓનલાઇન બદલીનું ફોર્મ ભરી શકશે. ઉપરાંત ઓનલાઇન ઓર્ડર જનરેટ થયા બાદ કેન્સલ થઇ શકશે નહી. દંપતીના કિસ્સામાં પતિ કે પત્નીની બદલી કરવાની હોય તો જેની બદલી કરવાની હોય તેમની શાળાના ડાયસકોડની માહિતી આપવાની રહેશે. ઓનલાઇન બદલીની શિક્ષકોને જાણકારી આપવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઇન જિલ્લા આંતરિક બદલીના પ્રથમ તબક્કાના ભાગરૂપે હાલમાં ઓનલાઇન અરજી કરવામાં આવી રહી છે.

જોકે શિક્ષકોને ઓનલાઇન અરજીઓ આગામી તારીખ 9મી, નવેમ્બર-2022 સુધી કરી શકાશે. ત્યારે જિલ્લા આંતરિક બદલી માટે ઓનલાઇન અરજી કરતા શિક્ષકોએ શું શું તકેદારી રાખવી તેની જાણકારી શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે.

જેમાં દપંતીના કિસ્સામાં બદલી કરાવવા માંગતા હોય તો જો પતિની બદલી કરવાની હોય તો પત્નીની શાળાનો ડાયસકોડ તેમજ ગામ કે શહેરનું નામ અને સરનામું તથા પીનકોડ નંબર સહિતની માહિતી આપવાની રહેશે. ઉપરાંત સરકારી નોકરીના પ્રકારમાં પંચાયત, ભારત કે ગુજરાત સરકારના ખાતા, બોર્ડ, કોર્પોરેશન કે અન્ય ખાતાઓ સાચું હોય તે પસંદ કરવાનું રહેશે. જિલ્લા આંતરિક બદલીનું ફોર્મ ભરતા પહેલાં જિલ્લામાં વિભાગવાર અને વિષયવાર બતાવેલી જગ્યાઓની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે.

વધુમાં નોકરીમાં લાગ્યા બાદ જો કપાત પગારી રજાઓ ભોગવી હોય તો તે રજાના સમયગાળો બાદ કર્યા બાદ ત્રણ વર્ષની નોકરી પૂર્ણ કરેલી હોય તેવા જ શિક્ષકો ઓનલાઇન આંતરિક માંગણી બદલીમાં ફોર્મ ભરી શકશે. ઓનલાઇન અરજી કરનાર શિક્ષકે પોતાની શાળાનો ડાયસકોડ અગાઉથી નોંધી લેવાનો રહેશે.

અરજી કરતા પહેલાં શિક્ષકો સૌ પ્રથમ ઇ-મેઇલ આઇડી અને મોબાઇલ નંબરથી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ફોર્મ ભરવામાં જે શાળાનો હુકમ મને મળશે તે કોઇપણ કારણસર રદ થશે નહી તેની હું બાહેંધરી આપું છું તેના ઉપર ક્લીક કરવાની રહેશે. વિધવા કે વિધુર, દિવ્યાંગ, પ્રાથમિક શિક્ષક દંપતિ, સરકારી નોકરી દંપતિ, અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતા દંપતિ, વાલ્મિકી, સિનિયોરીટી સહિતના કિસ્સામાં વેબસાઇટ ઉપર દર્શાવેલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...