તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:એસ ટી નિગમમાં ડ્રાઇવરોની ભરતી કરવામાં નહીં આવે તો આંદોલન થશે

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિરોધ કરે તે પહેલાં જ પોલીસે ઉમેદવારોની અટકાયત કરી
 • ઉમેદવારોએ ગાંધીનગર ડેપોમાં મેનેજરને આવેદન આપી રજૂઆત કરી

કોરોનાના કારણે અટકી પડેલી 2249 ડ્રાઇવરની ભરતીથી ઉમેદવારોમાં નિરાશ થયા છે. આથી ભરતી પૂર્ણ કરવાની માંગણી સાથે ઉમેદવારોએ ગાંધીનગર દોડી આવ્યા હતા. જોકે પોલીસે અટકાયત કરી લેતા અમદાવાદ એસ ટી ડેપોના મેનેજરને આવેદન આપી નિરાકરણ નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉમેદવારોએ ઉચ્ચારી હતી.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 2019-20માં 2249 ડ્રાઇવરની ભરતી માટે જાહેરાત આપી હતી. જાહેરાતના આધારે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન ફોર્મ મંગાવ્યા હતા. ઉપરાંત ડ્રાઇવરની પરીક્ષા હોવાથી લેખિત તેમજ પ્રેક્ટિકલ પરીક્ષા લેવાઈ હતી. જોકે પ્રેક્ટિકલ પરીક્ષા પૂર્ણ થાય તે પહેલાં કોરોનાની એન્ટ્રીને પગલે એસ ટી નિગમે ભરતીઅટકાવી દીધી હતી. ડ્રાઇવરની ભરતી માટે ઉમેદવારોએ અનેક વખત લેખિત તેમજ મૌખિક રજુઆત કરવા છતાં એસ ટી નિગમ દ્વારા ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી નહી હોવાનું ડ્રાઇવરની ભરતીના ઉમેદવારોએ જણાવ્યું છે.

ભરતી કાર્યવાહી શરૂ કરવાની માંગણી સાથે ઉમેદવારો ગાંધીનગર એસ ટી ડેપોે આવ્યા હતા. જોકે ઉમેદવારો વિરોધ કરે તે પહેલાં જ ડેપોમાંથી પોલીસે અટકાયત કરી લીધી હતી. જોકે ઉમેદવારો માત્ર આવેદન આપવા આવ્યા હોવાનું જણાવતા નિગમના અમદાવાદ ડેપો મેનેજર ગાંધીનગર આવ્યા હોવાથી તેમને આવેદન આપ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો